Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વેધર : ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગળની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.
રાજ્યનું પાટનગર બન્યું લાલઘુમ
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સૌથી વધારે ગરમી 45 ડિગ્રી નોંધાઈ હતી. રાજ્યનું પાટનગર ગાંધીનગર 45 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત 44.5 મહત્તમ તાપમાન સાથે અમદાવાદ બીજા નંબર રહ્યું હતું. રાજ્યમાં સોમવારે મોટાભાગના શહેરોમાં 43 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું.

આગામી પાંચ દિવસ ગુજરાતમાં આકાશ વરસાવશે આગ
હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવવની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામવગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે.
આ પણ વાંચોઃ- અમદાવાદ એરપોર્ટ આતંકવાદીઓની ધરપકડ મામલે ATS ના મોટા ખુલાસા : ‘સુસાઈડ બોમ્બર બનવા તૈયાર હતા’
સોમવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 44.5 | 31.2 |
| ડીસા | 43.2 | 28.5 |
| ગાંધીનગર | 45.0 | 31.0 |
| વલ્લભ વિદ્યાનગર | 44.1 | 29.8 |
| વડોદરા | 44.2 | 31.8 |
| સુરત | 38.5 | 28.6 |
| વલસાડ | 37.6 | 22.0 |
| દમણ | 36.0 | 27.6 |
| ભુજ | 41.2 | 26.4 |
| નલિયા | 36.0 | 27.0 |
| કંડલા પોર્ટ | 36.6 | 28.1 |
| કંડલા એરપોર્ટ | 42.5 | 27.2 |
| અમરેલી | 44.0 | 28.2 |
| ભાવનગર | 44.2 | 29.0 |
| દ્વારકા | 32.1 | 28.0 |
| ઓખા | 35.6 | 28.3 |
| પોરબંદર | 38.5 | 27.0 |
| રાજકોટ | 43.0 | 25.2 |
| વેરાવળ | 33.2 | 26.9 |
| દીવ | 35.2 | 28.0 |
| સુરેન્દ્રનગર | 44.3 | 29.5 |
| મહુવા | 42.4 | 30.1 |
| કેશોદ | 41.7 | 26.9 |
હીટવેવથી બચવા શું કરવું જોઈએ?
હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની ચેતવણીની સાથે સૂચનાઓ પણ આપી છે. ઉનાળામાં ભારે ગરમીના કારણે બિમાર થવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે હવામાન વિભાગે સૂચના આપી છે કે અત્યારે વધારે ગરમી પડે છે ત્યારે બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવું. શક્ય હોય ત્યાં સુધી સાંજે કે સવારે ઘરની બહારના કામ પતાવવા.
આ ઉપરાંત જો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવું જરુરી હોય તો સૂર્યના સીધા સંપર્કમાંથી આવવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન ભરપૂર પાણી પીવું જોઈએ. સમય સમયે પાણી પીતા રહેવું જોઈએ. સાથે જ હલકા રંગના કપડા પહેરવા જોઈએ અને ખાસ કરીને સુતરાઉ કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત માથું ઢાંકેલું રાખવું જોઈએ.





