Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): ગુજરાતમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે વહે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. અને એ પણ એકદમ ઓછો વરસાદ રહ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગની આગાહીને જોતા લાગે છે કે બે દિવસ વરસાદે બ્રેક લીધો છે. હવામાનની આગાહી પ્રમાણે આજે ગુરુવારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે.
સવારે 8થી 10 વાગ્યા વચ્ચે ગુજરાતના 33 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના બારડોલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે સવારે 6થી 8માં 29 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 1 ઓગસ્ટ 2024, ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં 8 એમએમ વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં ત્રણ તાલુકામાં સૌથી વધારે એક ઈંચ વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના ખંભાળીયામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભાવનગરના મહુવા અને વલસાડના ઉમરગામમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
17 તાલુકામાં અડધોથી એક ઈંચ વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 17 તાલુકામાં અડધોથી એક ઈંચ વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) | 
| દેવભૂમી દ્વારકા | ખંભાળીયા | 26 | 
| ભાવનગર | મહુવા | 26 | 
| વલાડ | ઉમરગામ | 26 | 
| વલસાડ | કપરાડા | 21 | 
| અરવલ્લી | ધનસુરા | 20 | 
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 19 | 
| વલસાડ | વાપી | 18 | 
| આણંદ | સોજીત્રા | 18 | 
| અરવલ્લી | મેઘરજ | 17 | 
| કચ્છ | ગાંધિધામ | 16 | 
| તાપી | ડોલવન | 15 | 
| પાટણ | સરસ્વતી | 14 | 
| ભાવનગર | તળાજા | 13 | 
| સાબરકાંઠા | તલોદ | 13 | 
| અરવલ્લી | બાયડ | 13 | 
| નવસારી | ગણદેવી | 12 | 
| ગીર સોમનાથ | કોડિનાર | 12 | 
ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના ખંભાળીયામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભાવનગરના મહુવા અને વલસાડના ઉમરગામમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 1 ઓગસ્ટ 2024, ગુરુવારના દિવસે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે. પવનની ગતિ 30-40 કિલોમીટરની રહેશે. જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંછા, પાટણ, મહેસામા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ- Gujarat: ગુજરાતમાં એક સાથે 18 આઈએએસ અને 8 આઈપીએસ ની બદલી, જાણો ક્યા અધિકારીની ક્યા નિમણૂક થઇ
આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવસમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.





