Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે મેઘરાજાએ રાત્રે ધબધબાટી બોલાવી હતી. ખાસ કરીને પોરબંદર, દેવભૂમી દ્વારકા અને જૂનાગઢમાં અડધી રાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો.
આ ઉપરાંત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 22 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં સવા 11 ઈંચ, દેવભુમી દ્વારકામાં 10 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સવા સાત ઈંચ વરસાદ ડ્યો હતો. આજે 19 જુલાઈ 2024, શુક્રવારના રોજ ગુજરાતના 10 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસદા નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે શુક્રવાર સવારથી જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી 6 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વંથલી અને કેશોદમાં પડ્યો હતો. અનુક્રમે વંથલીમાં પોણા છ ઈંચ વરસાદ પડ્યો હતો અને કેશોદમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.
આજે સવારથી જ જૂનાગઢ અને પોરબંદરમાં મુશળધાર વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે શુક્રવાર સવારથી જ મેઘરાજાઓ સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જુનાગઢ, પોરબંદર અને દેવભૂમી દ્વારકામાં વરસાદ પડી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં જૂનાગઢના વંથલીમાં પાંચ સવા પાંચ ઈંચ, કેશોદમાં પોણા પાંચ ઈંચ, પોરબંદરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢમાં 28 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 10 વાગ્યા સુધીમાં 28 કલાકના સમયમાં જૂનાગઢ જિલ્લામાં પડેલા વરસાદના આંકડા
તાલુકો | વરસાદ(MM) |
ભેસાણ | 103 |
જૂનાગઢ | 157 |
જૂનાગઢ શહેર | 157 |
કેશોદ | 308 |
માલિયા હટિના | 167 |
માણાવદર | 179 |
માંગરોળ | 148 |
મેંદરડા | 146 |
વંથલી | 307 |
વિસાવદર | 130 |
સવારે 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતમાં 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમય દરમિયાન રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં નોંધાયો હતો. પોરંબદરમાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 4 વાગ્યા સુધીમાં 22 કલાકના સમયમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુરુવાર સાંજથી વરસાદ પડવાનો શરૂ થયો હતો. જોકે, દેવભૂની દ્વારકાના કલ્યાણપુરમાં રાત્રે 2 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીમાં બે કલાકના પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 22 કલાકમાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો.
22 કલાકમાં 14 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 4 વાગ્યા સુધીમાં 22 કલાકના સમયમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 14 તાલુકા એવા છે જેમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
પોરબંદર | પોરબંદર | 281 |
દેવભૂમી દ્વારકા | કલ્યાણપુર | 253 |
પોરબંદર | રાણાવાવ | 195 |
ગીર સોમનાથ | વેરાવળ | 169 |
ગીર સોમનાથ | સુત્રાપાડા | 167 |
જૂનાગઢ | વંથલી | 164 |
જૂનાગઢ | કેશોદ | 153 |
જૂનાગઢ | માણાવદર | 151 |
જામનગર | જામજોધપુર | 144 |
પોરબંદર | કુતિયાણા | 143 |
રાજકોટ | ઉપલેટા | 117 |
રાજકોટ | ધોરાજી | 104 |
જૂનાગઢ | માલિયાહટિના | 100 |
જૂનાગઢ | વિસાવદર | 99 |
ગુજરાતમાં 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 4 વાગ્યા સુધીમાં 22 કલાકના સમયમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આજે રાજ્યના 10 જિલ્લાઓમાં પડશે અત્યંત ભારે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 19 જુલાઈ 2024, શુક્રવારના રોજ ગુજરાતના 10 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 19 બાળકોના શંકાસ્પદ મોત, સેન્ડ ફ્લાય મચ્છર ક્યાં જન્મે છે? શું સાવચેતી રાખવી? જોઈએ બધુ જ
આ ઉપરાંત આજે શુક્રવારે નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.