Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે. ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર થઈ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના વડગામમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સુરતમાં આજે વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે.
મહેસાણાના વિજાપુરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 24 ઓગસ્ટ 2024, શનિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહેસાણાના વિજાપુર તાલુકામાં આઠ ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ખેડાના કપડવંજમાં સવા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. ગાંધીનગરના માણસામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગાંધીનગરના માણસામાં બે કલાકના ત્રણ ઈંચ વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 24 ઓગસ્ટ 2024, શનવારે સવારથી જ સમગ્ર ગુજરાતમાં વરસાદ જામ્યો છે ત્યારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે સૌથી વધારે વરસાદ ગાંધીનગરના માણસામાં પડ્યો છે. અહીં બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારબાદ સુરતના ઉમરપાડામાં પણ પોણો ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠાના વડગામમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં મેઘો બરોબર જામ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવમાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના વડગામમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડાના નડિયાદમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં સવારથી મેઘાની તોફાની બેટિંગ
ગુજરાતમાં આજે 24 ઓગસ્ટ 2024 શનિવારના રોજ અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મેઘાની તોફાની બેટિંગના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરીવળતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
10 તાલુકામાં 3થી 4ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવમાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 10 તાલુકા એવા છે જ્યાં 3 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ ખાબક્યો હતો.
જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
ખેડા | નડિયાદ | 102 |
અરવલ્લી | મેઘરજ | 101 |
અરવલ્લી | બગસરા | 97 |
ખેડા | મહુધા | 92 |
ગાંધીનગર | દહેગામ | 90 |
બનાસકાંઠા | અમિરગઢ | 89 |
પંચમહાલ | ગોધરા | 83 |
નર્મદા | સાગબારા | 78 |
સાબરકાંઠા | હિંમતનગર | 77 |
સાબરકાંઠા | પોસિના | 75 |
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવમાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સુરતના માથે વરસાદી આફત
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે સુરત જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે.
આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.