Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): થોડા દિવસના વિરામ બાદ અમદાવાદમાં ફરીથી વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સોમવારે સવારથી જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. આ ઉપરાંત રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારના દિવે વરસાદનું જોર ઘટ્યું હતું. સમગ્ર ગુજરાતના તાલુકાઓમાં માંડ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આજે રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 193 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે 29 જુલાઈ 2024, સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં ગુજરાત 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ખસા કરીને સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા બાદ મેઘરાજાએ બનાસકાંઠાનો વારો લીધો હતો. અહીં બે કલાકમાં વડગામમાં સાડા ચાર ઈંચ અને પાલનપુરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી 182 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 29 જુલાઈ 2024 સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વચ્ચે 6 કલાકના ગાળામાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નોંધાયો છે. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો.
ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠામાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 29 જુલાઈ 2024 સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે બે કલાકના ગાળામાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 119 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 29 જુલાઈ 2024, સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના લુણાવાડામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
22 તાલુકામાં નોંધાયો 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સવાર 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 22 તાલુકા એવા હતા જેમાં એક ઈંચથી લઈને ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
ખેડા | નડિયાદ | 118 |
ખેડા | વાસો | 89 |
દાહોદ | દાહોદ | 88 |
મહિસાગર | સંતરામપુર | 87 |
ખેડા | મહુધા | 73 |
દાહોદ | જાલોદ | 69 |
પંચમહાલ | મોરવા હડફ | 49 |
મહિસાગર | લુણાવાડા | 49 |
દાહોદ | સિંગવાડ | 48 |
દાહોદ | ફતેપુર | 48 |
મહિસાગર | કડાણા | 47 |
આણંદ | પેટલાદ | 35 |
આણંદ | સોજીત્રા | 34 |
ખેડા | મહેમદાબાદ | 33 |
ખેડા | ખેડા | 32 |
મહિસાગર | વિજાપુર | 28 |
દાહોદ | દેવગઢબારિયા | 28 |
ખેડા | કપડવંજ | 26 |
ખેડા | માતર | 25 |
ખેડા | કઠલાલ | 24 |
પંંચમહાલ | ગોધરા | 24 |
24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ, નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સવાર 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હેવીલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- International Tiger Day 2024: કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના વિજયનગર અને આણંદના પેટલાદમાં 23 મીમી, વાંસદા 22 મીમી, ઇડર 21 મીમી, ડેડિયાપાડા, વઘઇ, ડાંગ આહવામાં 16 મીમી, કરજણ 1 મીમી, શુબીર 14 મીમી, વડાલી, ખેરગામ, કપરાડામાં 12 મીમી, ખંભાત 11, દેવગઢ બારીયા, ધનપુર, પલસાણા અને નવસારીમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 55 તાલુકામાં 1 થી લઇને 7 મીમી સુધી વરસાદ વરસ્યો છે.