Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati (ચોમાસાની ચેતવણી): દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજના દિવસની વરસાદની આગાહીની વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 126 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 30 જુલાઈ 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધાર વરસાદ કચ્છના અબડાસામાં સવા ચાર ઈંચ નોંધાયો હતો. જ્યારે પાટણના સિદ્ધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અબડાસામાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બપોરે બે વાગ્યા સુધીમાં 24 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
સવારે 6થી 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 112 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 30 જુલાઈ 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જોકે, સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં બે વાગ્યા 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના અબડાસામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના ભાભરમાં પણ બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 30 જુલાઈ 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકના સમયગાળામાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
16 તાલુકામાં 4થી 8 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 16 તાલુકા એવા છે જેમાં 4 થી 8 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
મહેસાણા | મહેસાણા | 186 |
સાબરકાઠાં | પ્રાંતિજ | 167 |
મહેસાણા | વિસનગર | 163 |
ભરૂચ | હાંસોટ | 142 |
મહેસાણા | વિજાપુર | 138 |
બનાસકાંઠા | વડગામ | 129 |
મહેસાણા | જોટાણા | 124 |
આણંદ | ખંભાત | 119 |
સાબરકાંઠા | તલોદ | 118 |
સાબરકાંઠા | હિંમતનગર | 116 |
ગાંધીનગર | માણસા | 114 |
અરવલ્લી | મોડાસા | 110 |
વલસાડ | કપરાડા | 107 |
વડોદરા | વડોદરા | 103 |
અરવલ્લી | મેઘરજ | 99 |
24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મધ્ય, ઉત્તર ગુજરાતમાં નોંધાયો હતો.
સમગ્ર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 30 જુલાઈ 2024, મંગળવારના રોજ આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલલાડ અને દમણમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ ઉપરાંત દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ આજે મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, મોરબી, કચ્છ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે શેવી છે.
આ પણ વાંચોઃ- સુરત : ફાયર ઓફિસરના ખભે સુરતના ડેપ્યુટી મેયર, તસવીર વાયરલ થયા બાદ વિવાદ, કહ્યું – ‘ગંભીર ભૂલ’
રાજ્યમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં ચોમાસુ 2024 આજે સવાર 6 વાગ્યા સુધીમાં નો સરેરાશ કુલ 493.82 મીમી વરસાદ નોંધાયો. એટલે કે 55.93 ટકા વરસાદ પડી ચુક્યો છે. જો છેલ્લા 3 વર્ષના વરસાદના આંકડાની વાત કરીએ તો, 2021 માં ચોમાસાની સિઝનનો 827.27 મીમી કુલ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2022 માં 1037.88 મીમી કુલ 122.09 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે 2023 માં 948.06 મીમી 108.16 ટકા સિઝનનો વરસાદ નોંધાયો હતો.