Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ત્યારે ઠંડીનો પારો પણ ગગડી રહ્યો છે. સવારમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં હાડ ધીજવતી ઠંડી પડશે ત્યારે રવિવારે ગુજરાતમાં નલિયામાં સૌથી નીચું 9.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે જ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થાન ર્યું હતું. આ ઉપરાંત વલસાડમાં લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું.
નલિયા 9.2 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુ શહેર
હવામાન વિભાગ પ્રમાણે રવિવારે ગુજરાતમાં નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે વલસાડમાં 20.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આમ રવિવારે ગુજરાતમાં 9.2 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું.
ગુજરાતમાં રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 30.2 | 16.2 |
| ડીસા | 28.2 | 14.0 |
| ગાંધીનગર | 31.0 | 15.0 |
| વલ્લભ વિદ્યાનગર | 29.7 | 17.8 |
| વડોદરા | 31.6 | 17.6 |
| સુરત | 31.8 | 19.4 |
| વલસાડ | 34.2 | 20.4 |
| દમણ | 31.6 | 19.0 |
| ભુજ | 31.3 | 14.8 |
| નલિયા | 30.1 | 09.2 |
| કંડલા પોર્ટ | 29.4 | 16.5 |
| કંડલા એરપોર્ટ | 29.4 | 12.0 |
| ભાવનગર | 29.8 | 17.9 |
| દ્વારકા | 29.8 | 19.0 |
| ઓખા | 28.0 | 20.1 |
| પોરબંદર | 31.2 | 13.4 |
| રાજકોટ | 31.8 | 14.2 |
| વેરાવળ | 32.1 | 18.7 |
| દીવ | 32.2 | 19.2 |
| સુરેન્દ્રનગર | 30.9 | 16.0 |
| મહુવા | 32.0 | 16.1 |
Read More





