Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : આજે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિનો દિવસ છે. આજે લોકો ઘરોની અગાસીઓ ઉપર જઈને પતંગ ચગાવશે. બીજી તરફ ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. જોકે, આજે મંગળવારે ઉત્તરાયણના દિવસે લોકોને ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના છે કારણ કે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઠંડીમાં 3 ડિગ્રી સુધી તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સોમવારે ગુજરાતમાં 13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
નલિયામાં ઠંડી ઘટીને 8.8 ડિગ્રી પર પહોંચી
હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે ગુજરાતમાં 8.8 ડિગ્રીથી લઈને 18.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરતમાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 9.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ઠંડી વધીને 12.4 ડિગ્રી નોંધાઈ
એક તરફ ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહરેમાં એક ડિગ્રી તાપમાન ઘટીને 12.4 ડિગ્રી પહોંચ્યું હતું જે રવિવારે 13.9 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 23.8 | 12.4 |
ડીસા | 24.1 | 09.9 |
ગાંધીનગર | 25.0 | 11.7 |
વિદ્યાનગર | 24.7 | 13.0 |
વડોદરા | 25.4 | 13.2 |
સુરત | 29.2 | 18.4 |
વલસાડ | – | – |
દમણ | 30.4 | 17.8 |
ભૂજ | 23.6 | 11.4 |
નલિયા | 24.2 | 08.8 |
કંડલા પોર્ટ | 28.0 | 13.0 |
કંડલા એરપોર્ટ | 23.4 | 10.0 |
અમરેલી | 27.2 | 13.0 |
ભાવનગર | 25.5 | 15.6 |
દ્વારકા | 25.1 | 16.4 |
ઓખા | 23.8 | 18.0 |
પોરબંદર | 28.0 | 15.0 |
રાજકોટ | 27.5 | 11.0 |
વેરાવળ | 29.4 | 15.4 |
દીવ | 28.3 | 13.5 |
સુરેન્દ્રનગર | 27.3 | 11.8 |
મહુવા | 27.0 | 15.7 |
કેશોદ | 28.0 | 10.3 |
હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં અત્યારે ઠંડીમાં ચડ ઉતરનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ ઠંડી વધે છે તો બે દિવસ ઠંડી ઘટે છે. ત્યારે આગામી 48 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ ફરીથી ઠંડીમાં વધારો થશે અને હાડ થીજવતી ઠંડી પડશે.