Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીમાંથી રાહત જોવા મળી રહી છે. ગુજરાતમાં તાપમાનમાં વઘારો નોંધાયો છે. જેના પગલે રાજ્યમાં ઠંડી ઘટી છે. નલિયામાં પણ તાપમાન ઉચકાઈને 11 ડિગ્રીએ પહોંચ્યું છે. જોકે, આ રાહત આગામી 24 કલાક સુધી જ છે ત્યારબાદ ફરીથી ઠંડીનો પારો ગગડશે અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.
નલિયામાં સતત વધતું જતું તાપમાન
સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો છે ત્યારે હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે મંગળવારે 11 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં સતત તાપમાન વધીને 11 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો
ગુજરાતમાં તાપમાનમાં એકંદરે ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ અમદાવાદમાં ઠંડીમાં સામાન્ય વધારો થયો છે. અમદાવાદમાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યના પાટનગરમાં તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો થતાં 13.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું.
રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 31.2 | 16.2 |
ડીસા | 31.3 | 15.0 |
ગાંધીનગર | 32.4 | 13.8 |
વિદ્યાનગર | 31.1 | 17.5 |
વડોદરા | 31.4 | 15.8 |
સુરત | 33.0 | 17.8 |
વલસાડ | – | – |
દમણ | 31.8 | 16.8 |
ભૂજ | 30.5 | 14.4 |
નલિયા | 28.2 | 11.0 |
કંડલા પોર્ટ | 30.4 | 16.0 |
કંડલા એરપોર્ટ | 29.8 | 14.8 |
અમરેલી | 31.0 | 14.6 |
ભાવનગર | 30.6 | 18.0 |
દ્વારકા | 27.2 | 17.1 |
ઓખા | 27.1 | 18.6 |
પોરબંદર | 30.6 | 14.8 |
રાજકોટ | 32.4 | 15.0 |
વેરાવળ | 30.4 | 18.3 |
દીવ | 28.8 | 16.3 |
સુરેન્દ્રનગર | 31.58 | 17.5 |
મહુવા | 32.4 | 16.1 |
કેશોદ | 29.9 | 14.3 |
ગુજરાતમાં 24 કલાક બાદ પડશે જોરદાર ઠંડી
ગુજરાતમાં અત્યારે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે, આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર કેમ નથી. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે.