Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. ત્યારે હવે ફેબ્રુઆરી મહિનો પણ અડધો થવા આવી ગયો છે એટલે કે શિયાળા માટે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે જણાવી છે.
નલિયામાં બે દિવસમાં 5 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય તરફ જઈ રહ્યો છે ત્યારે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં 14.4 ડિગ્રીથી લઈને 21.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે દિવસમાં 5 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન વધીને 14.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 21.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. ડીસામાં પણ ઠંડી ઘટતાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
અમદાવાદમાં તાપમાન વધતાં ઉનાળા જેવો અહેસાસ
ગુજરાતમાં સરેરાશ ઠંડીમાં ઘટાડો નોંધાતા અમદાવાદ શહેરમાં પણ ઠંડી ઘટી હતી. અમદાવાદ શહેરમાં તાપમાન ઉચકાંતા ગરમી જેવો અહેસાસ થવા લાગ્યો હતો. બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે વહેલી સવારે ઠંડી અનુભવાય છે. આમ અત્યારે શહેરમાં બેવડી ઋતુ વર્તાઈ રહી છે. અમદાવાદમાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 32.5 | 17.5 |
ડીસા | 32.1 | 14.8 |
ગાંધીનગર | 31.4 | 16.0 |
વિદ્યાનગર | 31.3 | 17.8 |
વડોદરા | 31.8 | 16.4 |
સુરત | 32.0 | 16.8 |
વલસાડ | – | – |
દમણ | 30.0 | 16.6 |
ભૂજ | 34.2 | 18.0 |
નલિયા | 33.1 | 14.4 |
કંડલા પોર્ટ | 28.0 | 18.4 |
કંડલા એરપોર્ટ | 33.0 | 18.6 |
અમરેલી | 00 | 00 |
ભાવનગર | 31.0 | 18.7 |
દ્વારકા | 26.0 | 20.6 |
ઓખા | 26.6 | 21.2 |
પોરબંદર | 32.0 | 18.4 |
રાજકોટ | 34.4 | 17.7 |
વેરાવળ | 33.2 | 18.7 |
દીવ | 27.6 | 15.1 |
સુરેન્દ્રનગર | 33.3 | 18.0 |
મહુવા | 31.4 | 15.3 |
કેશોદ | 32.0 | 16.1 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. આગામી 5 દિવસમાં તાપમાન ધીમે-ધીમે વધશે પરંતુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવે હવામાન બદલાઈ રહ્યું છે જેમાં જમીન થોડી ગરમ થઈ રહી છે. હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે-ધીમે વધી રહ્યું છે. જો પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી પડવા લાગશે.