Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : સમગ્ર ગુજરાતમાં બે દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે,બુધવારે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. રાજ્યમાં તાપમાનમાં સરેરાશ 2-3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 24 કલાકમાં હજી પણ 2-3 ડિગ્રી તાપમાન વધવાની આશંકા હવામાન વિભાગે સેવી છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું.
નલિયામાં 6.8 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત
સમગ્ર ગુજરાતમાં કોલ્ડ વેવ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં બુધવારે ઠંડીમાં આંશિક રાહત મળી હતી. રાજ્યમાં 6.8 ડિગ્રીથી લઈને 18.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 6.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 12.5 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં 24 કલાકમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું
ગુજરાતમાં તાપમાન ઉંચકાતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુતમ તાપમાનમાં વધારો થયો હતો. બંને શહેરોમાં 2થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઉચકાઈને 16.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 2 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન વધીને 14 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 26.4 | 16.2 |
ડીસા | 25.6 | 12.5 |
ગાંધીનગર | 26.5 | 14.0 |
વિદ્યાનગર | 27.1 | 13.8 |
વડોદરા | 29.6 | 17.6 |
સુરત | 29.2 | 17.0 |
વલસાડ | – | – |
દમણ | 29.4 | 18.0 |
ભૂજ | 25.2 | 11.4 |
નલિયા | 24.8 | 6.8 |
કંડલા પોર્ટ | 24.5 | 13.9 |
કંડલા એરપોર્ટ | 25.2 | 9.1 |
અમરેલી | 27.0 | 13.0 |
ભાવનગર | 28.7 | 15.4 |
દ્વારકા | 26.2 | 15.1 |
ઓખા | 23.5 | 18.5 |
પોરબંદર | 26.8 | 12.0 |
રાજકોટ | 28.3 | 10.8 |
વેરાવળ | 27.0 | 16.4 |
દીવ | 25.6 | 15.6 |
સુરેન્દ્રનગર | 26.3 | 14.0 |
મહુવા | 29.2 | 14.9 |
કેશોદ | 26.4 | 10.2 |
આગામી 24 કલાક માટે હવામાન વિભાગે શું કરી આગાહી?
છેલ્લા દિવસોમાં ઠંડીમાં વધારો નોંધાયો હતો. જોકે, ગત 24 કલાકમાં ઠંડીમાં ઘટાડો થયો હતો. આગામી 24 કલાકમાં પણ ઠંડીમાં 2-3 ડિગ્રીનો ઘટવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા હતા. માનવામાં આવે છે કે ઉત્તરયણનો તહેવાર પતે પછી ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાય છે. અને ગરમી વધતી જાય છે. જોકે, ફેબ્રુઆરીમાં પણ જોરદાર ઠંડી પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંતો સેવી રહ્યા છે.