Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : જાન્યુઆરી મહિનો ધીમે ધીમે આગળ વધતો જાય છે. ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર યથાવત રાખ્યું છે. ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. શિયાળો પોતાના અસલી સ્વરૂપમાં આવી છે. ગુજરાતમાં શીત લહેર ચાલી રહી છે જેના પગલે કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતમાં 12-13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 4 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું.
ઠંડીમાં અમરેલીએ નલિયાને પણ પાછળ પાડ્યું, 8.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું
ગુજરાતમાં ક્યારેક ઠંડી વધે છે તો ક્યારેક ઠંડી ઘટે છે. ગુરુવારના દિવસે રાજ્યમાં 8.2 ડિગ્રીથી લઈને 19.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં અમરેલીએ નલિયાને પણ પાછળ પાડી દીધું હતું. અમરેલીમાં 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયા, કંડલા એરપોર્ટ અને કેશોદમાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંદાયું હતું. રાજકોટમાં પણ 9.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં 24 કલાકમાં 4 ડિગ્રી તાપમાન ઘટ્યું
સમગ્ર ગુજરાતમાં અત્યારે શીત લહેર ચાલી રહી છે જેના પગલે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં 24 કલાકમાં 4 ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડતા કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 17.2 ડિગ્રી, સુરતમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 27.7 | 12.2 |
ડીસા | 25.2 | 11.5 |
ગાંધીનગર | 27.5 | 11.8 |
વિદ્યાનગર | 27.3 | 14.5 |
વડોદરા | 27.0 | 17.2 |
સુરત | 28.8 | 16.3 |
વલસાડ | – | – |
દમણ | 26.6 | 17.6 |
ભૂજ | 25.8 | 11.2 |
નલિયા | 26.6 | 09.6 |
કંડલા પોર્ટ | 26.7 | 13.5 |
કંડલા એરપોર્ટ | 25.6 | 09.6 |
અમરેલી | 27.2 | 08.2 |
ભાવનગર | 26.9 | 13.7 |
દ્વારકા | 26.2 | 15.7 |
ઓખા | 24.1 | 19.3 |
પોરબંદર | 27.6 | 10.8 |
રાજકોટ | 28.3 | 09.4 |
વેરાવળ | 28.2 | 14.3 |
દીવ | 29.4 | 15.2 |
સુરેન્દ્રનગર | 28.5 | 11.8 |
મહુવા | 28.4 | 14.3 |
કેશોદ | 26.8 | 09.6 |
આગામી 3 ત્રણ દિવસ તાપમાન 3 ડિગ્રી જેટલું વધશે
ગુજરાતમાં અત્યારે ગાત્રૌ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે આગામી ત્રણ દિવસમાં કાતિલ ઠંડીમાંથી થોડી રાહત મળવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં 2-3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ સેવી છે. આમ ઠંડીમાં 2-3 ડિગ્રી જેટલો ઘટાડો થતાં ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે.