Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થતાં જ કાતિલ ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા હતા. હજી પણ ત્રણ દિવસ ઠંડીનો આવો જ ચમકારો રહેવાની શક્યતા હવામાન વિભાગે સેવી હતી. ગુજરાતમાં અત્યારે 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં એકાએક 6 ડિગ્રી ઠંડી વધી
ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે બુધવારે અમદાવાદમાં એકાએક ઠંડીનો પારો 6 ડિગ્રી સુધી ગગડ્યો હતો.જેના પગલે અમદાવાદમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે આગલા દિવસે 17.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યના પાટનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો.
નલિયા રહ્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર
ગુજરાતમાં શિયાળાનો નવો રાઉન્ડ શરી થયો છે ત્યારે ઠંડા પવન ફૂંકાવવાના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 9.8 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 9.8 ડિગ્રી સાથે રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 28.3 | 11.4 |
ડીસા | 29.0 | 10.9 |
ગાંધીનગર | 28.0 | 10.5 |
વિદ્યાનગર | 29.1 | 13.8 |
વડોદરા | 29.0 | 12.2 |
સુરત | 30.0 | 17.2 |
વલસાડ | – | – |
દમણ | 27.2 | 16.6 |
ભૂજ | 28.6 | 13.9 |
નલિયા | 28.8 | 09.8 |
કંડલા પોર્ટ | 29.2 | 16.0 |
કંડલા એરપોર્ટ | 28.2 | 13.0 |
અમરેલી | 28.2 | 14.0 |
ભાવનગર | 27.8 | 15.4 |
દ્વારકા | 28.4 | 17.6 |
ઓખા | 27.0 | 20.2 |
પોરબંદર | 29.0 | 14.8 |
રાજકોટ | 29.9 | 13.4 |
વેરાવળ | 29.6 | 16.4 |
દીવ | 30.9 | 10.5 |
સુરેન્દ્રનગર | 30.3 | 14.8 |
મહુવા | 29.4 | 12.5 |
કેશોદ | 28.0 | 12.1 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે
ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી ત્રણ દિવસ રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. ગુજરાત વાસીઓને ત્રણ દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળશે.