/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/gujarat-highcourt.jpg)
ગુજરાત હાઈકોર્ટ
સોહિની ઘોષ, અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHAA) એ 30 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે, તેમણે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ની કાર્યવાહીમાં વધારાની ભાષા તરીકે ગુજરાતી ભાષા (Gujarati language) નો ઉપયોગ કરવાની તેમની માંગને હવે ટાળી દીધી છે, 62 ટકા વકિલોએ આ મામલે પોતાની અસહમતિ દર્શાવી છે, એટલે કે હાઈકોર્ટમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે દાખલ કરવા મામલે તેઓ તરફેણમાં નથી.
GHAAના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ અસીમ પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યું કે, 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉમેરો કરવા માટે ગુજરાતના રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેમની અગાઉની રજૂઆત 8 સપ્ટેમ્બરના રોજ વ્યક્તિગત હતી, તેમાં વકીલ મંડળના પ્રતિનિધિ ન હતા.
પ્રેસનોટમાં, પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમણે ગુજરાતી ભાષા માટે ઝુંબેશ શરૂ કરી હતી કારણ કે તેઓ માનતા હતા કે, ન્યાય વિતરણ પ્રણાલી વકીલોને નહીં પરંતુ વકીલોને સેવા આપવા માંગે છે, પરંતુ તેમણે વકીલ મંડળના બહુમતી સભ્યોના "સખ્ત પ્રતિકાર"નો સામનો કરવો પડ્યો હતો.
પંડ્યાએ એડવોકેટ્સ વચ્ચે હાથ ધરાયેલા "અપૂર્ણ સર્વેક્ષણ (મતદાન)" નો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું કે, મતદાન કરનારા 81 ટકા વકીલોમાંથી 62% એ HCમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે રજૂ કરવાના પગલાની વિરુદ્ધમાં મત આપ્યો હતો અને તેમાંથી માત્ર 38% લોકો તરફેણમાં હતા.
ગુજરાતી ભાષાને વધારાની ભાષા તરીકે ઉમેરવાની માંગ “GHCAA ના બંધારણના ઉદ્દેશ્યોને સરળ રીતે આગળ વધારવા માટેની હતી” તેમણે કહ્યું કે, હાલના સમયે ગુજરાતી માટે આગ્રહ ન રાખવાનું નક્કી કર્યું છે, કારણ કે તેમણે રાજ્યપાલ સમક્ષ તેમની અંગત રજૂઆત કરી હતી.
બીજીબાજુ, નિવૃત્ત IAS અધિકારી કે.જી. વણઝારા જુલાઈથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રહ્યા છે, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે, સરકાર તેના તમામ આદેશો, કાયદાઓ અને સૂચનાઓ અંગ્રેજી તેમજ ગુજરાતી બંને ભાષામાં જાહેર કરે, અને નિર્દેશ કરે કે સરકારી આદેશો/સંચાર સામાન્ય રીતે માત્ર ગુજરાતીમાં જ હોય. આનાથી "મુશ્કેલીઓ" સર્જાય છે કારણ કે આવા આદેશો પછી લોકો દ્વારા કોર્ટ સમક્ષ આવા દસ્તાવેજો રજૂ કરવાના હોય ત્યારે તેને અંગ્રેજીમાં અનુવાદ કરવાની જરૂર પડે છે.
1980 ના દાયકા સુધી આવું દ્વિભાષી પ્રકાશન સામાન્ય હતુ. વણઝારાની રજૂઆત અનુસાર "હાલમાં આ પ્રથા મોટાભાગે બંધ કરવામાં આવી છે, જોકે અમુક વિભાગો અને સચિવો બંને ભાષાઓમાં આવા કાનૂની આદેશો જાહેર હજુ કરે છે."
“કોર્ટ કાર્યવાહીમાં ગુજરાતી ન હોવાથી અને માત્ર અંગ્રેજી સંસ્કરણોના કારણે પક્ષકારો, માનનીય ન્યાયાધીશો, અરજદારો અને પ્રતિવાદીઓને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકદ્દમામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી અધિકારીઓની શિથિલતાને કારણે, ગરીબ અરજદારોને સંબંધિત રાજ્ય સરકારના દસ્તાવેજોના અનુવાદની કવાયતમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જ્યારે ગુજરાત રાજ્ય અને ભારત સરકાર અને અન્ય રાજ્યો વચ્ચે પત્રવ્યવહાર થાય છે, ત્યારે પણ જેતે રજ્યની માતૃભાષા અને અંગ્રેજી એમ બંને દસ્તાવેજ ન હોવાના કારણે, તમામ પક્ષો દ્વારા વારંવાર ઘણી અકળામણ અનુભવાય છે."
(ભાષાંતર - કિરણ મહેતા)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us