ગોધરા મતવિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતમાં બજરંગ દળના પ્રથમ પ્રમુખ હરેશ ભટ્ટનું કિડનીની તકલીફને કારણે રવિવારે અમદાવાદમાં નિધન થયું હતું. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ખેડા જિલ્લામાં તેમના વતન લઈ જવામાં આવ્યો હતો. ભટ્ટ 72 વર્ષના હતા અને તેમના પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે.
ગુજરાત વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું, ‘તે (ભટ્ટ) છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા. અમદાવાદમાં કિડનીની તકલીફને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ખેડા જિલ્લામાં તેમના વતન મોકલવામાં આવ્યો છે.
રાજપૂતના જણાવ્યા મુજબ, ભટ્ટ ગુજરાતમાં બજરંગ દળના પ્રથમ પ્રમુખ હતા અને રાજ્યમાં સંગઠનને સફળ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
આ પણ વાંચો – Gujarat weather Updates: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા, નલિયા 0 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન
ભટ્ટ 2002માં ગોધરા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન કાંડ બાદ થયેલા કોમી રમખાણોની પૃષ્ઠભૂમિમાં ચૂંટણી યોજાઈ હતી.