ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી, નર્મદા-તાપી જિલ્લામાં મુશળધાર વરસાદનું રેડ એલર્ટ

Gujarat Monsoon Forecast: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુરુવારે નવસારી સહિત ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

Written by Rakesh Parmar
June 26, 2025 17:16 IST
ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી, નર્મદા-તાપી જિલ્લામાં મુશળધાર વરસાદનું રેડ એલર્ટ
નર્મદા અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Gujarat Monsoon Forecast: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુરુવારે નવસારી સહિત ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. નર્મદા અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરવલ્લી, પંચમહાલ, મહિસાગર અને વડોદરા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

Heavy rain in Surat, flood situation in Surat
ધોધમાર વરસાદ બાદ રાજ્યાના ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાની સ્થિતિ બિસ્માર બની છે. (તસવીર: સોશિયલ મીડિયા)

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ જિલ્લાઓમાં હળવા વાવાઝોડા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

tadkeshwar mahadev temple, valsad Flood
કાવેરી નદી પર બનેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું. (તસવીર: સોશિયલ મીડિયા)

નવસારી જિલ્લામાં આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે. કાવેરી નદી પર બનેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. પાણીનો પ્રવાહ વધ્યો અને પુલ પરથી પાણી વહેવા લાગ્યું હતું.

ગુજરાતના સુરત, વાપી અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 48 કલાકમાં સુરતમાં 400 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે ઘણા ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ અને રહેણાંક સંકુલ પાણીમાં ડૂબી ગયા હતા. ભારે વરસાદને કારણે તાપી નદી ઓવરફ્લો થઈ ગઈ હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે કેટલાક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

Navsari Heavy Rainfall, Navsari Flood
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના 66 રસ્તાઓ બંધ. (તસવીર: સોશિયલ મીડિયા)

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના 66 રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેમાં વાંસદા તાલુકાના 24, ચીખલી તાલુકાના 24, ખેરગામ તાલુકાના 9, નવસારી તાલુકાના 5, ગણદેવી તાલુકાના 3, અને જલાલપોરના 1, મળી નવસારી જિલ્લાના 66 રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ