હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો (Himachal Pradesh Result) જાહેર થયા બાદ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ ચાલુ છે. શુક્રવારે રાજધાની શિમલામાં મુખ્યમંત્રી પદને લઈને બેઠક યોજાઈ હતી પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આ બેઠકમાં કોંગ્રેસના 39 ધારાસભ્યો પણ હાજર હતા. તો, પાર્ટી દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકો, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને ભૂપેન્દ્ર હુડ્ડા, હિમાચલ પ્રદેશના AICC પ્રભારી રાજીવ શુક્લા, પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા વીરભદ્ર સિંહ હાજર હતા.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ તરફથી સીએમ ચહેરા તરીકે પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ (Himachal Congress President Pratibha Singh) નું નામ આગળ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પ્રતિભા સિંહ પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની છે. શુક્રવારે મીડિયા સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કહ્યું કે, તમે વીરભદ્ર સિંહના પરિવારને નજરઅંદાજ ન કરી શકો.
હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પદને લઈને રાજધાની શિમલામાં શુક્રવારે બેઠક યોજાઈ હતી પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આ બેઠકમાં કોંગ્રેસના 39 ધારાસભ્યો પણ હાજર હતા. અને ગુજરાતમાં આજે ભુપેન્દ્ર પટેલ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાશે. ભુપેન્દ્ર પટેલે શુક્રવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, ખડગેએ કહ્યું કે કોંગ્રેસ બીજેપીને હરાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે આ કામમાં બીજા દળો પાસે મદદ લેવામાં કે તેમની મદદ કરવાથી અચકાશું નહીં. ચૂંટણીમાં સમાન વિચારધારાવાળા દળોથી ગઠબંધન કરવા માટે હંમેશા તૈયાર છીએ. તેમણે એ પણ કહ્યું કે આજે જરૂરી છે કે અમે એવા લોકોને આગળ વધારીએ જે પાર્ટી માટે સારા સાબિત થઇ શકે છે. અમે આના પર કામ કરી રહ્યા છીએ.
ગુજરાતમાં કોંગ્રસને ફક્ત 17 સીટો મળી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો પર જીત મેળવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 17 બેઠકો મળી છે.