ગોપાલ કટેશિયા : ગુજરાતના કચ્છ જિલ્લામાં ત્રણ સ્થાનિક નિરીક્ષકોએ તેમની નિયમિત પક્ષીની સફર દરમિયાન 10 ડિસેમ્બરે હિમાલયના જંગલોમાં અને ભારતના પૂર્વ કિનારે જોવા મળતા લીલા મુગટવાળા વોરબ્લર પક્ષી જોયા હતા, નિષ્ણાતોએ ઉમેર્યું હતું કે, આ પક્ષી પોતોના હોમ રેન્જમાં મોસમી ઘટનાઓથી બચવા પોતાનું વર્તમાન નિવાસસ્થાન છોડી અહીં આવ્યા હોવા જોઈએ.
પક્ષી નિરીક્ષક મનોજ ટાંક, મહેન્દ્ર ટાંક અને મહેશ પરમાર 10 ડિસેમ્બરના રોજ ભુજની હદમાં પક્ષીની સફર પર હતા ત્યારે મનોજે સ્થાનિક જંગલની ઉપરની છત્રમાં એક અસામાન્ય પક્ષી જોયું.
54 વર્ષીય મનોજે, જેઓ 2010 થી પક્ષી-નિરીક્ષણ કરે છે, તેમણે જણાવ્યું હતું કે, “આ અવિરત હતું, એક શાખાથી બીજી શાખામાં ઝડપથી ઉડતું હતું… અમે તેને ક્લિક કરવાનો સખત પ્રયાસ કર્યો અને ખૂબ જ પ્રયત્નો બાદ, હું સારો શોટ લેવામાં સફળ રહ્યો.”
મનોજ અને મહેન્દ્ર ભુજની હદમાં આવેલા માધાપર ગામમાં રહે છે, જ્યારે રાજ્યના સિંચાઈ વિભાગના નિવૃત્ત ડ્રાફ્ટ્સમેન પરમાર ભુજની હદમાં આવેલા કુકમા ગામમાં રહે છે. મનોજ કચ્છની એક ખાનગી કેમિકલ કંપનીના એકાઉન્ટ વિભાગમાં કામ કરે છે, જ્યારે મહેન્દ્ર ભારત સંચાર નિગમ લિમિટેડનો નિવૃત્ત કર્મચારી છે.
“નાનું પક્ષી ઓછામાં ઓછા 30 ફૂટની ઊંચાઈએ બેઠું હતું અને સતત આગળ વધી રહ્યું હતું, પરંતુ અમે જાણીએ છીએ કે, તે એક એવું પક્ષી છે જે સામાન્ય રીતે કચ્છમાં જોવા મળતું નથી. તેથી, અમે સ્થાનિક પક્ષી નિરીક્ષક ગ્રુપમાં મનોજ દ્વારા ક્લિક કરાયેલ પક્ષીનો ફોટો શેર કર્યો અને પક્ષી નિષ્ણાત મનોજ ગનપુલેએ પુષ્ટિ કરી કે, તે લીલા મુગટવાળો વાર્બલર હતો,” 54 વર્ષીય મહેન્દ્રએ જણાવ્યું હતું, જેઓ 10 વર્ષથી પક્ષીઓ જોઈ રહ્યા છે.
ગણપુલે, જેઓ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત (BCSG) દ્વારા ત્રિમાસિક રૂપે પ્રકાશિત થતા મેગેઝિન ફ્લેમિંગોના સંપાદક છે, તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કચ્છમાં જોવા મળેલુ આ ગ્રીન-ક્રાઉનવાળા વોરબલર એક પ્રથમ રેકોર્ડ હતો.

ગણપુલેએ જણાવ્યું હતું કે, “આ હિમાલયન પક્ષી છે… તે શિયાળા દરમિયાન તરાઈ (હિમાલયની તળેટી) તરફ સ્થળાંતર કરે છે પરંતુ ગુજરાત જેવા દૂરના સ્થળોએ નિયમિત સ્થળાંતરનો કોઈ રેકોર્ડ નથી. વાસ્તવમાં, હિમાલય સિવાય, આ પ્રજાતિ ભારતના પૂર્વ કિનારે પૂર્વી ઘાટોમાં વધુ વખત જોવા મળી છે,”.
ગુજરાતના પીઢ પક્ષીશાસ્ત્રી અશોક મશરૂએ જણાવ્યું હતું કે, લીલા-મુગટવાળા વોરબ્લર પક્ષી જંગલની ઘાટ ઝાડીમાં છુપાય છે અને મોટા પ્રમાણમાં જંતુઓ ખાય છે.
“ગુજરાત તેનું હોમ રેન્જ સ્ટેટ નથી…કચ્છમાં તે દેખાવનું સંભવિત કારણ હિમાલયમાં કોઈ આત્યંતિક ખરાબ હવામાન હોઈ શકે છે,” તેમણે કહ્યું. ફ્લેમિંગોના તંત્રીએ જણાવ્યું હતું કે, આ સાથે ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓની પ્રજાતિઓની સંખ્યા 615 થઈ ગઈ છે.
આ પણ વાંચો – નળ સરોવર ખાતે એક દુર્લભ બનાવ, હૌબારા બસ્ટર્ડ નવેમ્બર અને ડિસેમ્બરમાં જોવા મળ્યું હતું
ગુજરાતમાં 2021માં પહેલીવાર રેડ-બ્રેસ્ટેડ હંસ નોંધાયો હતો. 2021માં કચ્છના બન્ની ખાતે પણ માર્બલ ટીલ જોવા મળી હતી, જે 2009માં પોરબંદર બાદ પ્રથમ વખત નોંધાયેલું જોવા મળ્યું હતું.