scorecardresearch

વડનગરનો ઇતિહાસ: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં આ બે સ્થળ સામેલ

Vadnagar History: વડનગર એક ઐતિહાસિક શહેર છે. અહીં લગભગ 2700 વર્ષથી વધુ સમયથી માનવ વસવાટ રહ્યો છે, વડનગરને પશ્ચિમ ભારતનું મહત્વનું વ્યાપાર કેન્દ્ર, ભૂમિ બંદર અને બૌદ્ધ ધર્મ પ્રશિક્ષણનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવ્યું છે.

વડનગરનો ઇતિહાસ: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં આ બે સ્થળ સામેલ
વડનગરનો ઈતિહાસ

રીતુ શર્મા : ગુજરાત (Gujarat) ના બે સ્થળોએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (unesco world heritage site) ની કામચલાઉ યાદીમાં સ્થાન મેળવ્યું છે: વડનગર (Vadnagar) અને મોઢેરાનું સૂર્ય મંદિર (Modhera Sun Temple), બંને ઉત્તર ગુજરાત (North Gujarat) ના મહેસાણા (Mehsana) જિલ્લામાં છે.

કહેવામાં આવે છે કે, વડનગર, એક શહેર જેને વૃદ્ધનગર, આનંદપુર, અનંતપુર,ચમત્કારપુર તો ક્યારેક સ્કંદપુર અને નગરકા જેવા નામોથી જાણીતું શહેર, 2,700 કરતાં વધુ વર્ષોથી સતત વસવાટ કરતું હોવાનું કહેવાય છે. 2006 માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અહીં અનેક પુરાતત્વીય ખોદકામ શરૂ થયું હતું અને શહેરને બૌદ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પ્રકાશિત કર્યું હતું. પરંપરાગત રીતે જ વડનગરને પશ્ચિમ ભારતનું મહત્વનું વ્યાપાર કેન્દ્ર, ભૂમિ બંદર અને બૌદ્ધ ધર્મ પ્રશિક્ષણનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવ્યું છે.

વર્લ્ડ હેરિટેજ સાઈટ શું છે અને સ્થળ કેવી રીતે જાહેર કરવામાં આવે છે?

વર્લ્ડ હેરિટેજ સાઈટ એ “ઉત્તમ સાર્વત્રિક મૂલ્ય” ધરાવતું સ્થળ છે. તે “સાંસ્કૃતિક અને/અથવા કુદરતી મહત્વ દર્શાવે છે જે રાષ્ટ્રીય સીમાઓને પાર કરવા માટે એટલું અસાધારણ છે અને સમગ્ર માનવતાની વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે સામાન્ય મહત્વનું છે”.

વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની કાર્યકારી માર્ગદર્શિકા અનુસાર, કામચલાઉ સૂચિ એ મિલકતોની “ઇન્વેન્ટરી” છે, જેના વિશે કોઈ દેશનું માનવું છે કે, આ એક વિશ્વ હેરિટેજ સાઇટ બનવા માટે યોગ્ય છે. યુનેસ્કોએ ટેન્ટેટિવ ​​લિસ્ટમાં સંપત્તિ ઉમેર્યા પછી, તે દેશે નોમિનેશન ડોક્યુમેન્ટ તૈયાર કરવા પડશે, જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે. આ પછી યુનેસ્કો દ્વારા તેમના પ્રતિનિધિ દ્વારા મૂલ્યાંકન અને નિરીક્ષણ કરવામાં આવે છે.

યુનેસ્કોના ડાયરેક્ટર એરિક ફાલ્ટ અને ભૂટાન, ભારત, માલદીવ અને શ્રીલંકાના પ્રતિનિધિઓ, જેમણે કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, પહેલું પગલું એ હશે કે “પુરાવા અને સંશોધનનો એક ભાગ પ્રાપ્ત કરવો અને તેને (વડનગર) લોકોના ધ્યાન પર લાવવો.”

દિલ્હીમાં એક વરિષ્ઠ ASI અધિકારીએ જણાવ્યું હતું કે, લીસ્ટમાં પહેલેથી જ 52 વસ્તુઓ છે, અને મંજૂરીમાં સમય લાગી શકે છે, આ એવાત પર નિર્ભર કરે છે કે, સરકાર તેને પ્રાથમિકતા આપે છે કે નહીં. સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે વિશ્વ સંગ્રહાલય દિવસને 75 વર્ષની સ્વતંત્રતાની ઉજવણીના ભાગરૂપે મે મહિનામાં ‘વડનગર ઇન્ટરનેશનલ કન્વેન્શન’નું આયોજન કર્યું હતું અને શહેરને યાદીમાં સામેલ કરવા માટે દબાણ કર્યું હતું.

વડનગર, એક પ્રાચીન ‘જીવંત શહેર’

યુનેસ્કોની કામચલાઉ યાદી વડનગરનું વર્ણન આ રીતે કરે છે: “આ શહેર સતત વિકસતા ઐતિહાસિક શહેરી લેન્ડસ્કેપ/પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે જેણે પશ્ચિમ ભારતના અંતરિયાળ વિસ્તારના વેપાર નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હડપ્પા અને કાલીબંગન, (રાજસ્થાન ઐતિહાસિક શહેરની સાતત્યતા તેની સાબિતી આપે છે. સ્થિતિસ્થાપકતા અને ઉત્કૃષ્ટ સાર્વત્રિક મૂલ્ય, જેમ કે ) જેવી સાઇટ્સથી વિપરીત જે આખરે ત્યજી દેવામાં આવી હતી.

શહેરની કિલ્લેબંધી, ધનુષાકાર પ્રવેશદ્વાર (તોરણ), મંદિરો, કુવાઓ, રહેણાંક માળખાં (કોઠીઓ) અને બૌદ્ધ મઠો અને સમર્પિત સ્તૂપ જેવા ખોદકામ કરાયેલા સ્થળો વિવિધ સાંસ્કૃતિક સમયગાળાના સ્થાપત્ય પ્રભાવને દર્શાવે છે. અહીંની વ્યાપક જળ વ્યવસ્થાપન પ્રણાલીએ પણ શહેરની નિરંતરતામાં ભૂમિકા ભજવી છે.

પ્રાચીન ભારતની ઐતિહાસિક ભૂગોળનો અભ્યાસ સૂચવે છે કે, વડનગર બે મુખ્ય પ્રાચીન વેપાર માર્ગો પર વ્યૂહાત્મક સ્થાન પર સ્થિત હતું: એક મધ્ય ભારતને સિંધ અને આગળ ઉત્તર-પશ્ચિમ પ્રદેશો સાથે જોડતું, જ્યારે અન્ય ગુજરાતના દરિયાકિનારે જોડાયેલા બંદર શહેરો. તેને ઉત્તર ભારત સાથે જોડ્યું. માલદીવમાં મળી આવેલા ઉત્ખનિત કૌડીના ગોળા જે વિદેશી વેપારમાં સામેલ હોવાના સંકેત આપે છે. એક સોનાનો સિક્કો પણ મળી આવ્યો છે, જે ઇજિપ્તના મામલુક રાજવંશનો હોવાનું માનવામાં આવે છે, જે 15મી સદીનો છે.

વડનગરનું ખોદકામ ક્યારે થયું હતું?

વડનગર ખાતે પ્રથમ ખોદકામ 1953-54માં અને બાદમાં 2006માં ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક દ્વારા કરવામાં આવ્યું હતું. 2014 માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ વડનગરમાં ઘસ્કોલ, દરબારગઢ અને મોટી ગરબાનો શેરી ખાતે ખોદકામ શરૂ કર્યું. પ્રાયોગિક મ્યુઝિયમ બનાવવા માટે 2022 સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના અધિકારીના જણાવ્યા મુજબ, બે ભાગો મળીને – ખોદકામ અને મ્યુઝિયમ – જે પુલ દ્વારા જોડાયેલું હશે, મ્યુઝિયમ 2023 ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને યુનેસ્કોની બિડને મદદ કરી શકે છે.

ઉત્ખનન સાત અનુગામી સંસ્કૃતિઓનો અખંડ ક્રમ દર્શાવે છે જેણે તેની પ્રાચીનતા 750 બીસી સુધી સ્થાપિત કરી હતી. મોટા ભાગના ખોદકામ 2જી સદી ઈસા પૂર્વેથી લઈ ગાયકવાડ સમયગાળા સુધીના છે. યુનેસ્કોમાં ASIની રજૂઆત જણાવે છે કે, “ભારતીય લેન્ડસ્કેપમાં અસાધારણ સાતત્યનો દાવો કરતી ઘણી ઓછી સાઇટ્સ સાથે માનવ વસવાટનો આટલો લાંબો સમયગાળો અસાધારણ છે,”

એક ટેકરો ધીમે ધીમે ઉપર ઉઠે છે અને ટાઉનશીપની મધ્યમાં સૌથી ઊંચું બિંદુ 25 મીટર ઊંચું છે, જેને દરબારગઢ કહેવાય છે. “આ પ્રકારના ટેકરો, જેના પર વડનગર બાંધવામાં આવ્યું છે, આ ભારતના અન્ય ભાગોમાં આવુ ઉપલબ્ધ નથી. સાહિત્ય, પૌરાણિક કથાઓ અને વિવિધ શાસ્ત્રો દ્વારા પ્રમાણિત થયા મુજબ, શહેર સદીઓથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે,” ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં વિશેષ ફરજ પરના અધિકારી વાયએસ રાવતે જણાવ્યું હતું.

વડનગર: બૌદ્ધ ધર્મનું કેન્દ્ર

સપ્ટેમ્બર 2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગુજરાત મુલાકાત પહેલા મોદીએ વડનગર બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હોવાની વાત કરી હતી અને આ ધર્મે ચીન અને ભારતને કેવી રીતે જોડ્યા હતા.

જ્યારે PM 2015 માં ચીનની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે શીને તેમના વતનમાં “બૌદ્ધ મઠ તરીકે ઓળખાતી બળી ગયેલી ઈંટની રચના”ના ખોદકામની પુરાતત્વીય છબીઓ રજૂ કરી હતી.

ચીની પ્રવાસી ઝુઆનઝાંગ અથવા હ્યુએન ત્સાંગ, જેમણે 641 એડીની આસપાસ વડનગરની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે, તેમણે તેમના લખાણોમાં તેને ‘આનંદપુરા’ તરીકે ઓળખાવ્યું છે, જેઓ એ પણ નોંધે છે કે, વડનગરમાં 10 મઠોમાં સંમિતિ શાળાઓ હતી અથવા કેવી રીતે 1,000 થી વધુ સાધુઓ રહેતા હતા. વડનગર બૌદ્ધ શિક્ષણનું મહત્વનું કેન્દ્ર હતું.

ASIનો દાવો

એએસઆઈએ યુનેસ્કો સમક્ષ કરેલી રજૂઆતમાં દાવો કર્યો હતો કે, ગ્રીકો-ઈન્ડિયન રાજા એપોલોડોટસ II (80-65 બીસી)ના સિક્કાના ઘાટમાં માટીમાં ઈન્ટાગ્લિયો (એક પ્રિન્ટીંગ ટેકનિક)ની શોધ “રોમન કનેક્શન” ધરાવે છે. રોમન સિક્કાની સ્ટેમ્પ. એવું કહેવામાં આવ્યું છે કે તે પશ્ચિમ એશિયા સાથે પણ સંબંધિત હોઈ શકે છે.

વડનગર હાલમાં જૂના બાંધકામોના અવશેષોથી ઘેરાયેલું છે, જેમ કે શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોને ચિહ્નિત કરતા દરવાજાઓની શ્રેણી દ્વારા વિરામચિહ્નિત કિલ્લાની દિવાલ. પ્રાથમિક પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો વિસ્તૃત એક માળના પથ્થરના પ્રવેશદ્વાર દ્વારા ચિહ્નિત થયેલ છે. અંબાજી માતાનું મંદિર, શહેરનું સૌથી જૂનું, 10મી-11મી સદી પૂર્વેનું હોવાનું માનવામાં આવે છે.

શહેરની ઉત્તરે કિલ્લેબંધીની દીવાલની બહાર બે સમાન ગેટ કીર્તિ તોરણ છે, જો મોર્ટાર અથવા અન્ય કોઈપણ સિમેન્ટિંગ સામગ્રી વિના પીળા રેતીના પથ્થરમાં બાંધવામાં આવ્યા છે.

આ પણ વાંચોમુનસુખ માંડવીયા અને રાહુલ ગાંધીના વિવાદ પહેલા, ભાજપની ટીમે અનેક વખત ગુજરાતમાં કોવિડ સામેની સફળતાનો દાવો કર્યો હતો

વડનગરની તુલના મથુરા, ઉજ્જૈન અને વારાણસીના ઐતિહાસિક જીવંત શહેરો સાથે કરી શકાય છે, જે પ્રારંભિક ઐતિહાસિક સમયગાળાથી અને આધુનિક સમયમાં વસેલા શહેરો છે. “આંતરરાષ્ટ્રીય સ્તરે, ઐતિહાસિક શહેર વડનગરની સરખામણી ઈરાનના ઐતિહાસિક શહેર મસુલેહ, ચીનના ક્વાંઝોઉ અને તુર્કીના બેપાઝારી સાથે કરી શકાય છે,” એએસઆઈએ યુનેસ્કોને તેના ડોઝિયરમાં જણાવ્યું હતું.

(ભાષાંતર – કિરણ મહેતા)

Web Title: History of vadnagar in gujarat unesco world heritage sites modhera sun temple

Best of Express