મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી વલસાડ આવી રહેલી ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી. પશ્ચિમ રેલ્વે વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અકસ્માતની માહિતી શેર કરી છે. આ ઘટના પાલઘરના કેલ્વે રેલવે સ્ટેશન પર બની હતી. આગ લાગતાની સાથે જ ઘટનાસ્થળે લોકો ગભરાઈ ગયા હતા.
આ ઘટના સાંજે 7:56 વાગ્યે બની હતી. આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે આગ ઇલેક્ટ્રિકલ સાધનોમાં ટેકનિકલ ખામીને કારણે લાગી હતી. જે એન્જિનમાં આગ લાગી હતી તેને દૂર કરવામાં આવી છે અને એક નવું એન્જિન જોડવામાં આવ્યું છે. જોકે આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
OHE સપ્લાય ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો
સુરક્ષાના કારણોસર OHE સપ્લાય અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો છે. ટ્રેન હાલમાં કેલ્વે રોડ પ્લેટફોર્મ પર ઉભી છે. વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે. સુરત તરફ જતી ડાઉન ટ્રેનો મોડી પડી શકે છે. આ પણ વાંચો: દિશા પટાણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટરો એન્કાઉન્ટરમાં ઠાર