2036 ઓલિમ્પિકની યજમાની કરવાના ભારતના સપનાને ઉડાન આપવા માટે અમદાવાદની 6,000 કરોડ રૂપિયાની યોજના

2036 Olympics Ahmedabad : સૂચિત માસ્ટર પ્લાનમાં અમદાવાદના મોટેરામાં 300 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની કલ્પના કરવામાં આવી છે

Updated : January 28, 2024 16:55 IST
2036 ઓલિમ્પિકની યજમાની કરવાના ભારતના સપનાને ઉડાન આપવા માટે અમદાવાદની 6,000 કરોડ રૂપિયાની યોજના
અમદાવાદમાં પ્રસ્તાવિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ. (સૌજન્ય: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ)

રિતુ શર્મા : 2036 ઓલિમ્પિકની યજમાનીની બિડ જીતવાની આશામાં ઉતરતા પહેલાં ગુજરાત કોઈ કસર છોડી રહ્યું નથી . અમદાવાદ અને ગાંધીનગરમાં ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજન અને અમલીકરણની દેખરેખ માટે જુલાઈ 2023માં સ્થપાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) એ અમદાવાદના મોટેરા વિસ્તારમાં 300 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવા માટે 6,000 કરોડ રૂપિયાના માસ્ટર પ્લાનની દરખાસ્ત તૈયાર કરી છે. ઓસ્ટ્રેલિયન ડિઝાઇન અને આર્કિટેક્ચર કન્સલ્ટન્ટ પોપુલસ દ્વારા આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.

1 લાખથી વધુની કુલ ક્ષમતાવાળા છ નવા સ્ટેડિયમ ઉપરાંત, સ્પોર્ટ્સ એન્ક્લેવમાં હાલનું 1.10 લાખ સીટો વાળા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ થશે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ (GOLYMPIC)ના અધિકારીના જણાવ્યા અનુસાર ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાબરમતી રિવરફ્રન્ટના 2-km ફેઝ-II સ્ટ્રેચમાં આવે તેવી અપેક્ષા છે, જે હાલમાં નિર્માણાધીન છે

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને GOLYMPICSના CEO અને MD એમ થેન્નારસને જણાવ્યું હતું કે માસ્ટર પ્લાન વધુ કે ઓછા પ્રમાણમાં તૈયાર છે. વિવિધ હિતધારકો પાસેથી વધુ ઇનપુટ લેવામાં આવશે.

હાલમાં સ્પોર્ટ્સ એન્ક્લેવની ડિઝાઇન અને અમલીકરણ ચાલી રહ્યું છે

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના સીઈઓ ડીપી દેસાઈએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે હાલમાં સ્પોર્ટ્સ એન્ક્લેવની ડિઝાઇન અને અમલીકરણ ચાલી રહ્યું છે. છ સ્ટેડિયમ સહિત સ્પોર્ટ્સ એન્ક્લેવ માટેનું ટેન્ડર બહાર પડી ગયું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સલાહકારોએ પહેલેથી જ રસ દર્શાવ્યો છે. જ્યારે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરત જ વિકસિત કરવામાં આવશે, ઓલિમ્પિક્સ વિલેજ (રહેણાંક અને અન્ય સુવિધાઓ માટે) માટેની યોજનાને બિડ પર સ્પષ્ટતા પછી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જોકે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી, 2036 ઓલિમ્પિકનું આયોજન કોણ કરશે તે અંગેનો નિર્ણય 2026-27 પહેલા લેવામાં આવે તેવી અપેક્ષા છે.

2036 Olympics Ahmedabad
સૂચિત બાસ્કેટબોલ મેદાનની બેઠક ક્ષમતા 5,000 હશે. (સૌજન્ય: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ)

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અને GOLYMPIC અધ્યક્ષ અશ્વિની કુમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ડિઝાઈન અને અમલીકરણ માટે બિડ આમંત્રિત કરવામાં આવ્યા છે. સિવિલ વર્ક ટેન્ડર પ્રક્રિયા બાદ ઓક્ટોબર 2024થી કામ શરૂ થવાની અને 3.5 વર્ષમાં સમાપ્ત થવાની અપેક્ષા છે. આ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને અન્ય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમદાવાદ ભારતનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે.

2036 ઓલિમ્પિક ના પ્રસ્તાવિત સ્પોર્ટ્સ એન્ક્લેવમાં છ સ્ટેડિયમની બેઠક ક્ષમતા અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે ફૂટબોલ સ્ટેડિયમમાં 50,000, બાસ્કેટબોલ સ્ટેડિયમમાં 5,000, મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેનામાં 18,000, ટેનિસ સેન્ટરમાં 10,000, વોલીબોલ સ્ટેડિયમાં 12,000 અને સ્વીમિંગ સેન્ટરની ક્ષમતા 12,000 હશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુરત જેવા અનેક શહેરો અગાઉ ગેમ્સ માટે દાવેદાર હતા પરંતુ ફોકસ હવે અમદાવાદ તરફ વળ્યું છે.

2036 Olympics Ahmedabad
મલ્ટિપ્લે સૂચિત ઇન્ડોર એરેનામાં 18,000ની બેઠક ક્ષમતા હશે. (સૌજન્ય: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ)

આ પણ વાંચો – ગુજરાત વિદ્યાપીઠના બંધારણમાં સુધારો, ટ્રસ્ટીઓની સંખ્યા અને કુલપતિના કાર્યકાળમાં કર્યો ઘટાડો

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને અત્યાર સુધી કોઈનું નામ લીધું નથી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં અમદાવાદનું નામ આપ્યું હતું. અમિત શાહે તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્ય સાથે બેઠકોની અધ્યક્ષતા પણ કરી હતી. 2022માં ક્યુબ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 590 કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે તેની બિડને ગેરલાયક ઠેરવવાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઇકોર્ટને જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) 2025માં ગુજરાતનો પ્રવાસ કરવાની હતી. કોર્ટે એપ્રિલ 2022માં અરજી ફગાવી દીધી હતી.

રીંગ ઓફ યુનિટી, મુખ્ય આકર્ષણ

એન્ક્લેવના મુખ્ય આકર્ષણો પૈકીના એક રિંગ ઑફ યુનિટી વિશે વાત કરતાં AUDAના દેસાઈએ જણાવ્યું હતું કે ધ રિંગ એક અનોખી રચના હશે. અમદાવાદ શહેર તેના માટે ઓળખાશે,

4 એકરના મનોરંજન અને પ્રવૃત્તિ કેન્દ્રનો વ્યાસ 150 મીટર હશે. તહેવારો સહિત સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવા માટેની જગ્યા તરીકે આયોજિત છે. આ સિવાય એક વ્યાવસાયિક જગ્યા પણ રહેશે. રિંગમાં 5,000 વ્યક્તિઓને રાખવાની ક્ષમતા હશે, જેમાં વધુ 12,000ને હંગામી માળખામાં રાખવાની વિસ્તૃત ક્ષમતા હશે.

2036 Olympics Ahmedabad
પ્રસ્તાવિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સાબરમતી રિવરફ્રન્ટની સાથે આવે તેવી અપેક્ષા છે. (સૌજન્ય: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ)

ધ રિંગને એવી જગ્યા તરીકે પણ ડિઝાઇન કરવામાં આવી છે જ્યાં લોકો દરરોજ જઈ શકે. રોજિંદા કાર્યક્રમો માટે આઉટડોર એમ્ફીથિયેટર જેવી બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રમતના દિવસોમાં, ઇવેન્ટ સ્ક્રીન કરવા માટે વિશાળ સ્ક્રીનો બહાર મૂકી શકાય છેય એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે તેમાં ખુલ્લો પ્લાઝા, વોકવે અને રિવરફ્રન્ટની સામે ડેક હશે.

રિંગની નજીક આવેલી ખાણી-પીણીની સુવિધાઓ ઉપરાંત, રિવરફ્રન્ટની બાજુમાં બેઝમેન્ટ પાર્કિંગની જોગવાઈ છે. રીંગ મેટ્રો સ્ટેશનોથી ચાલવાના અંતર પર પણ સ્થિત હશે.

2036 ઓલિમ્પિકના સૂચિત માસ્ટર પ્લાનમાં અમદાવાદ અને ગાંધીનગરના જોડિયા શહેરોમાં 20 થી વધુ ઓલિમ્પિક રમતગમતના સ્થળોને ચાર અલગ-અલગ વિસ્તારોમાં ક્લસ્ટર કરવામાં આવ્યા છે. લેગસી અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાધુનિક ઓલિમ્પિક વિલેજ અને એથ્લેટ્સ, અધિકારીઓ અને મીડિયા માટે સહાયક સુવિધાઓ 30-મિનિટના અંતરમાં સ્થિત હશે.

2036 Olympics Ahmedabad
પ્રસ્તાવિત રિંગ ઓફ યુનિટી, એક મનોરંજન અને પ્રવૃત્તિ કેન્દ્ર. (સૌજન્ય: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ)

એક વરિષ્ઠ અધિકારીએ ઉમેર્યું કે અમે ખર્ચ ઘટાડવા અને ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટ સેન્ટર (અથવા IBC, મોટા સ્પોર્ટ ઇવેન્ટ્સ દરમિયાન બ્રોડકાસ્ટર્સ માટે કામચલાઉ હબ)માં ફેરફાર કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. ગુજરાત સરકારે મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર અથવા ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ બંનેનો IBC તરીકે ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. તાજેતરમાં આ સ્થળોએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને ગ્લોબલ ટ્રેડ શો યોજાયો હતો.

તમામ સ્થળો અને ક્લસ્ટરો ગેમ દરમિયાન અને તેની બહાર જોડાયેલા છે તેની ખાતરી કરવા માટે, કાર્યક્ષમ જાહેર પરિવહન પ્રણાલી પણ વિકસાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાબરમતીમાં અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ, પશ્ચિમ રેલવે ટ્રેક અને અમદાવાદ સિટી બસ સેવા સહિત મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું સ્થાન આ યોજના માટે વ્યૂહાત્મક હશે.

AUDA ના દેસાઈએ ઉમેર્યું કે 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને, અમે વિશ્વને સૌથી અનોખા અને યાદગાર અનુભવો પ્રદાન કરીશું. વિશ્વની સૌથી મોટી યુવા વસ્તીમાંથી એક ભારત આ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે તે ઓલિમ્પિક ચળવળની અસરને વધારશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ