Ahmedabad Four New Flights: અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દેશના ચાર શહેરો માટે ચાર નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવી છે. જેથી હવે પ્રવાસીઓ અને વેપારીઓને અલગ-અલગ ફ્લાઈટ બદલવાની જરૂર નહીં રહે. અમદાવાદ એરપોર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઈટ મળી રહેશે. જે આજ (10 ડિસેમ્બર, 2024)થી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે. આ ચાર શહેરો માટે વિમાન સેવા શરૂ થતા ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.
ચાર નવી ફ્લાઈટનું ટાઈમ ટેબલ
- અમદાવાદથી ત્રિવેન્દ્રમ – સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે ઉડાન ભરશે. જે 4:25 વાગ્યે અમદાવાદથી ઉડાન ભરશે અને સાંજે 7:05 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે.
- ત્રિવેન્દ્રમથી આ ફ્લાઈટ સાંજે 7:35 વાગ્યે ઉડાન ઉડાન ભરશે અને અમદાવાદ રાત્રે 9:55 વાગ્યે પહોંચશે.
- અમદાવાદથી કોચીન – મંગળવાર, ગુરુવાર અને શનિવારે 3 દિવસ ચાલશે. જે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 4:25 વાગ્યે ઉડાન ભરશે અને કોચિન સાંજે 6:45 વાગ્યે પહોંચશે.
- કોચિનથી અમદાવાદ આવવા માટે સાંજે 7:15 કલાકે કોચિનથી ઉડાન ભરશે અને રાત્રે 9:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
- અમદાવાદથી ગુવાહાટી – રોજ સવારે 8:30 વાગ્યે ઉડાન ફરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચશે.
- ગુવાહાટીથી અમદાવાદ – રોજ સાંજે 4:55 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 8:35 વાગ્યે અમદાવાદ પહોંચશે.
- અમદાવાદથી કોલકાતા – રોજ રાત્રે 9:20 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 11:45 કલાકે કોલકાતા પહોંચાડશે.
- કોલકાતાથી અમદાવાદ – બપોરે 12:50 વાગ્યે ઉડાન ભરશે અને બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે.
અમદાવાદ એરપોર્ટ પર પ્રાઈવેટ એરક્રાફ્ટની અવરજવર વધી
હવે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ પેસેન્જર ટ્રાફિક વધતો જાય છે. ડોમેસ્ટિક ફ્લાઈટ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા પણ વધારે છે. હવે પ્રાઇવેટ એરક્રાફ્ટની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ અમદાવાદ એરપોર્ટ પર 15 જેટલા પ્રાઇવેટ એરક્રાફ્ટ પાર્કિંગ એરિયામાં જોવા મળે છે.
Read More