Explosion at IOCL Refinery in Koyli : વડોદરાના કોયલી ખાતેની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઈનરીમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારો પણ ધણધણી ઉઠ્યા હતા. રિફાઈનરીમાં એક પછી એક બે લ્બાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે. ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને 12થી 15 કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ સંપૂર્ણ પણે કંટ્રોલમાં આવી ગઈ છે.
35થી વધુ ફાયરની ગાડીઓના સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થયા બાદ ભિષણ આગ ફાટી નીકળી હતી. આ આગ વડોદરાના ફાયર વિભાગ દ્વારા કાબુમાં ન આવતા અમદાવાદ, આણંદ, હાલોલ, અંકલેશ્વર અને વડોદરા ગ્રામ્ય સહિતની ફાયર વિભાગની ગાડીઓ મંગાવવામાં આવી હતી. આ આગની ઘટનામાં ત્રણ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.15 કલાક સુધી સમગ્ર કોયલી વિસ્તાર ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સના અવાજથી ગુંજતો રહ્યો હતો.
બેન્ઝીનએ અત્યંત જવલંતશીલ પદાર્થ છે. બેન્ઝીનએ ઘણા રસાયણોમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તે એક જ્વલનશીલ પદાર્થ તરીકે ૫ણ કેટલાક સ્થળોએ ઉપયોગમાં લેવામાં આવે છે. બેન્ઝીનએ ડાયરમાંથી મળતો પારદર્શી પદાર્થ છે. આઇઓસીએલ કંપનીમાં બેઝિનની 5 હજાર કિલો લીટર ક્ષમતા ધરાવતું ટેક હતું જેમાં આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ બીજા 5000 કિલો લીટર ક્ષમતા ધરાવતું ટેંક હતું.
વડોદરાની આસપાસ 1000 કરતાં વધારે કેમિકસ ઇન્ડસ્ટ્રી
આઈઓસીએલ રિફાયનરી બ્લાસ્ટે રાજકોટની ટીઆરપી ગેમ જોન આગ કાંડની યાદ તાજા કરાવી દીધી હતી. જોકે, વડોદરા રિફાયરની બ્લાસ્ટના કારણે આસપાસમાં રહેતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. બ્લાસ્ટ સમયે આસપાસનો કિલોમીટરો સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ એક રિફાયરનીમાં બ્લાસ્ટ થયો છે.
આ પણ વાંચોઃ- વડોદરા IOCL રિફાઈનરીમાં ભીષણ વિસ્ફોટ, દૂર-દૂર સુધી દેખાયા ધુમાડાના ઘોટેઘોટા, જુઓ વીડિયો
જોકે, વડોદરાની આસપાસ 1000 કરતા વધારે કેમિકલ્સ રિફાયરનીઓ આવેલી છે. જેના પગલે હવા, પાણી, ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે. અને કેમિકલ હોવાના કારણે બ્લાસ્ટની સંભાવના પણ એટલી જ રહેલી છે. એક જોતા લાગી રહ્યું છે કે વડોદરા વાસીઓ સતત જીવના જોખમ હેઠળ જીવી રહ્યા છે.





