Gopal B Kateshiya , Parimal A Dabhi , Abhishek Angad : જૈન સમુદાયના સભ્યો છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને નવી દિલ્હીમાં બે પવિત્ર સ્થળો, ઝારખંડમાં પારસનાથ ટેકરી પરના સમ્મેદ શિખર અને ગુજરાતના પાલિતાણામાં શેત્રુંજય ટેકરી સંબંધિત માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ઝારખંડમાં, પારસનાથ ટેકરીને પર્યટન સ્થળ અને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાનો મુદ્દો છે, જ્યારે ગુજરાતમાં, એક મંદિરની તોડફોડ અને એને સંબંધિત સુરક્ષાની ચિંતાઓને લઈને વિવાદ છે.
ઝારખંડમાં શું છે મુદ્દો ?
પારસનાથ ટેકરી પર સમ્મેદ શિખર છે. જે સૌથી મહત્વપૂર્ણ જૈન તીર્થસ્થાનોમાં ગણવામાં આવે છે, જ્યાં 24માંથી 20 જૈન તીર્થંકરોએ મોક્ષ (salvation) પ્રાપ્ત કર્યો હોવાનું માનવામાં આવે છે. ઝારખંડ સરકારે ફેબ્રુઆરી 2019 માં, દેવઘરમાં બૈધ્યાનાથ ધામ અને દુમકામાં બાસુકીનાથ ધામ જેવા મંદિરો સાથે, ગિરિડીહ જિલ્લામાં પારસનાથ વિસ્તારને ‘પર્યટન સ્થળ’ તરીકે ઘોષિત કર્યા હતા.ત્યારબાદ ઓગસ્ટ 2019 માં, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ટેકરીને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે, આ વિસ્તારમાં ” વિકસતા ઇકો-ટુરિઝમને સપોર્ટ કરવાની સંપૂર્ણ ક્ષમતા છે.
તાજેતરમાં થતા વિરોધ પ્રદર્શન અંગે, ગિરિડીહ જિલ્લા વહીવટીતંત્રે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ વિરોધ થયો નથી. ડેપ્યુટી કમિશનર નમન પ્રિયેશ લાકરાએ કહ્યું કે હાલમાં પણ ઝારખંડમાં કોઈ વિરોધ જોવા મળ્યો નથી.
‘શિખરજી’ના પ્રવક્તા બ્રહ્મચારી તરુણ ભૈયાજીએ કહ્યું કે તેઓને તાજેતરમાં જ સરકારી સૂચનાઓ વિષે જાણ થઇ હતી. કેન્દ્ર કે રાજ્ય સરકારે ” પહાડીને ઇકો- સેન્સિટિવ ઝોન અને ટુરિસ્ટ સ્પોટ જાહેર કરતી વખતે કોઈ જ જૈન સમુદાયના લોકોનો સંપર્ક કર્યો નથી. અમને 3 વર્ષ પછી આ સૂચનાઓની જાણ થઇ હતી, જયારે ડિસેમ્બરમાં કોઈએ આ સૂચનાઓ વિષે વાંચ્યું ત્યારે ખબર પડી હતી.
ભૈય્યાજીએ જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા મહિનામાં મુખ્ય પ્રધાન હેમંત સોરેન સહિત ઘણા રાજકારણીઓ સાથે “અનૌપચારિક વાટાઘાટો” કર્યા પછી વિરોધનો સહારો લીધો હતો, જેનો છેલ્લા ઘણા મહિનાથી “નક્કર પ્રતિસાદ” આપ્યો ન હતો.
ભૈય્યાજીએ કહ્યું કે, ” અહીં પ્રવાસી તરીકે આવનાર વ્યક્તિ મજા કરવા આવશે, જે અમને જોઈતું નથી. અમે ઈચ્છીએ છીએ કે આ સ્થળનો શિષ્ટચાર જળવાઈ રહે. કોઈપણ સમુદાયના લોકો તોજ મુલાકાત લઇ શકે જો તેઓ અમારા દ્વારા કરવામાં આવતી પ્રેક્ટિસ અને પ્રક્રિયાઓને અનુસરવી હોય. ટેકરીને ઇકો- સેન્સટીવ ઝોન તરીકે જાહેર કરવી તે પણ એક સમસ્યા છે, કારણ કે, અહીં સ્થાનિકોને પોલ્ટ્રી ફાર્મ દ્વારા રોજગાર આપવામાં આવશે, જે અમારો સમુદાય અમારા પવિત્ર સ્થળ પર ઈચ્છતો નથી.”
ઝારખંડ સરકારે શું કહ્યું?
ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. સીએમ સોરેને અગાઉ કહ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
ગિરિડીહ ડીસીએ જણાવ્યું હતું કે, 22 ડિસેમ્બરે ‘શિખરજી’ ના પદાધિકારીઓ સાથે બેઠક થઈ હતી, જ્યાં તેમને ખાતરી આપવામાં આવી હતી કે સ્થળનો શિષ્ટચાર જાળવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, “અમે અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કર્યા છે.”
શું ગુજરાતમાં તોડફોડનો મુદ્દો?
આ તકરાર ડિસેમ્બરમાં શરૂ થઇ હતી જયારે જૈન ધર્મના શ્વેતાંબર વિભાગના સંગઠન શેઠ આનંદજી કલ્યાણજી પેઢી (SAKP) ના સુરક્ષા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કે કોઈએ નવેમ્બર 26-27 ની મધ્યરાત્રિએ પ્રથમ જૈન તીર્થંકર, ભગવાન આદિનાથના પગનું પ્રતિનિધિત્વ કરતી આરસપહાણની કોતરણીવાળી આદિનાથ દાદાના પગલામાં તોડફોડ કરી હતી. જૈનો દ્વારા પવિત્ર ગણાતા પગલા શેત્રુંજય ટેકરી પાસેના રોહિશાલા ગામમાં એક નાનકડા મંદિરમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
પોલીસે શું કહ્યું?
23 ડિસેમ્બરના રોજ, પોલીસે રોહિશાલાના રહેવાસીની ધરપકડ કરી હતી અને આ કેસને પતાવાનો દાવો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે વ્યક્તિ ચોરી કરવાના ઈરાદા સાથે મંદિરમાં ઘૂસ્યો હતો, પરંતુ તેને કંઈ મૂલ્યવાન ન મળ્યા પછી, તેણે “નિરાશા”માં પગલાને પથ્થર માર્યો હતો, જેનાથી પગલાંના અંગૂઠાને નુકસાન થયું હતું.
શેત્રુંજય ટેકરી અંગે બીજો કેસ શું છે?
જ્યારે પોલીસ તોડફોડના કેસની તપાસ કરી રહી હતી, ત્યારે સ્વામી શરણાનંદ જે સ્થાનિક હિંદુ ધાર્મિક વ્યક્તિ છે તેમની અને SAKP વચ્ચે શેત્રુંજય ટેકરીની ઉપર નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવાને લઈને વિવાદ થયો હતો. શરણાનંદે દાવો કર્યો હતો કે SKAP હિંદુ મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવી શકતું નથી. 15 ડિસેમ્બરે, મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા માટે ઉભા કરાયેલા થાંભલાઓ દૂર કરવામાં આવ્યા હતા. નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારીનો પગાર ચૂકવતા SAKPએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે અક્ષરધામ એક્સપ્રેસ
વિરોધીઓ શું છે?
જૈનોની ડિમાન્ડ છે કે શેત્રુંજય ટેકરી અને તેની આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવામાં આવે જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. તેઓ તોડફોડના કેસમાં વધુ તપાસ પણ ઈચ્છે છે.
શેત્રુંજય મહાતીર્થ રક્ષા સમિતિના પ્રવક્તા અભય શાહે જણાવ્યું હતું કે, ” પોલીસ તોડફોડનો મામલો ઉકેલવાનો દાવો કરે છે, કારણ કે તે ચોરી હતી, પરંતુ તે અમને વિશ્વાસપાત્ર લાગતું નથી. નિરાશામાં માત્ર મૂર્તિના પગનેજ કેમ નુકસાન થાય? અમે કેસની તપાસ માટે નવી તપાસ ટીમની માંગ કરીએ છીએ.
શાહના જણાવ્યા મુજબ, તેઓ શેત્રુંજય ટેકરીની આસપાસ ગેરકાયદેસર ખાણકામ અને જમીન પચાવી પાડવા પર કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે.