જૂનાગઢ : પોલીસ દ્વારા કસ્ટડીમાં હિંસા, મુસ્લીમોને જાહેરમાં માર મારવાનો મામલો, ગુજરાત હાઈકોર્ટ કરશે સુનાવણી

Junagadh Police Muslims beaten case : જૂનાગઢમાં કથિત ગેરકાયદે મસ્જીદ તોડી પાડવાની નોટિસ બાદ હિંસા અને પોલીસ તથા મુસ્લીમો વચ્ચે સંઘર્ષ થયો, ત્યારબાદ પોલીસ દ્વારા શંકાસ્પદ આરોપીઓની જાહેરમાં કથિત મારપીટ અને કસ્ટડીમાં હિંસા (custodial violence) મામલો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) પહોંચ્યો.

Written by Kiran Mehta
Updated : June 26, 2023 19:08 IST
જૂનાગઢ : પોલીસ દ્વારા કસ્ટડીમાં હિંસા, મુસ્લીમોને જાહેરમાં માર મારવાનો મામલો, ગુજરાત હાઈકોર્ટ કરશે સુનાવણી
ગુજરાત હાઇકોર્ટ (Express Photo)

સોહિની ઘોષ : ગુજરાતના નાગરિક સમાજ સંગઠનો લોક અધિકાર સંઘ અને લઘુમતી સંકલન સમિતિએ જાહેર હીતની અરજી સાથે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા કથિત કસ્ટડીયલ હિંસાના અનેક કિસ્સાઓને હાઇલાઇટ કરતી પીઆઇએલ કરવામાં આવી છે.

પિટિશનમાં જૂનાગઢમાં 16 જૂને નગરપાલિકા દ્વારા પાંચ ઇસ્લામિક ધાર્મિક સ્થળોને તોડી પાડવાની નોટિસો જાહેર કર્યા પછી, હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ કેટલાક લોકોની કથિત જાહેરમાં મારપીટ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

અરજી પર સંક્ષિપ્ત સુનાવણી પછી, કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે સોમવારે અરજદારોને સરકારી વકીલને એક નકલ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આ બાબતને વધુ વિચારણા માટે 28 જૂન પર મુલતવી રાખ્યો હતો.

એ વાત પર પ્રકાશ નાખ્યો કે, 16મી જૂનની રાત્રે, જૂનાગઢ પોલીસે અટકાયતમાં લીધેલા 8-10 મુસ્લિમોને મજેવડી ગેટ પર, ગેબન શાહ મસ્જિદની સામે ઊભા રાખ્યા હતા અને “જાહેરમાં નિર્દયતાથી કોરડા મારવામાં આવ્યા”, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “પોલીસની આવી નિર્દયતા, ક્રૂરતા” જે ભારતના લઘુમતી સમુદાયના નાગરિકોને કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના અને કોઈપણ સક્ષમ અદાલતે તેમને દોષિત ઠેરવ્યા વિના, કાયદા અને અમલીકરણ એજન્સી દ્વારા કરવામાં આવેલી સજા માનવ અધિકારોના ઉલ્લંઘનનું આ સૌથી ખરાબ સ્વરૂપ છે.

અરજીમાં એ પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે, ઓછામાં ઓછા છ ધરપકડ કરાયેલા કિશોરોએ, જ્યારે તેમને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કસ્ટોડિયલ હિંસા અને ત્રાસની લેખિત ફરિયાદો કરી હતી, પરંતુ પોલીસે કથિત રીતે તેમનો સંપર્ક કર્યા પછી, તેમના માતા-પિતા દ્વારા કરવામાં આવેલી અરજીઓ પાછી ખેંચી લેવામાં આવી હતી.

આજ જ રીતે, અરજી અનુસાર, એફઆઈઆરના સંબંધમાં ધરપકડ કરાયેલા અન્ય છ વ્યક્તિઓએ પણ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી હતી કે, તેઓને “કસ્ટોડિયલ હિંસા, ત્રાસ, મારપીટ અને તેમને તબીબી સારવાર આપવામાં પણ નિષ્ફળતા જોવામાં આવી હતી, જોકે તેઓ પોલીસની બર્બરતામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

તદનુસાર, મેજિસ્ટ્રેટે તે પછી ફરિયાદોની નોંધ લીધી હતી અને કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં આરોપીઓને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કથિત રીતે જૂનાગઢ પોલીસે મેડિકલ અધિકારીઓને દરેક આરોપીને થયેલી ઇજાઓની જાણ કરતા પ્રમાણપત્ર જાહેર કરવા પર રોકી દીધા હતા.

“જેવા આરોપીઓને જુનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા, જૂનાગઢ પોલીસે અરજીઓ તૈયાર કરી અને જે આરોપીઓએ કસ્ટોડીયલ હિંસા અને ત્રાસની ફરિયાદ કરી હતી, તેમની પાસે અરજીઓ પાછી ખેંચવા માટે સહીઓ લીધી, અને ત્યારબાદ મુજબ કસ્ટોડીયલ હિંસા અને ત્રાસની ફરિયાદો પર સહીઓ કરાવવામાં આવી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ રીતે કસ્ટોડિયલ હિંસા અને ત્રાસની ફરિયાદો પાછી ખેંચી લેવામાં આવી હતી.

અરજદારોએ વધુમાં જણાવ્યું હતું કે, પીડિતોને મેજિસ્ટ્રેટ કોર્ટમાં “ખૂબ મોડા” રજૂ કરવામાં આવ્યા હતા, પ્રથમ જાહેરમાં માર માર્યા પછી, કોઈપણ તબીબી સારવાર વિના શંકાસ્પદ તરીકે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, અને તેમની ધરપકડ પછી, જૂનાગઢ પોલીસે તેમના ઘરની મુલાકાત લીધી હતી અને તાબાહી સર્જી હતી. તેમજ તેમના ઘરોમાં તોડફોડ કરી હતી.

અરજીમાં જણાવાયું છે કે, ધરપકડ કરાયેલા અન્ય લોકોને પણ “પોલીસ કસ્ટડીમાં નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો” અને તેમના સંબંધીઓ ભયભીત છે કારણ કે, એફઆઈઆર “ઓપન-એન્ડેડ” છે, જે જૂનાગઢ પોલીસ દ્વારા “કોઈને પણ ફસાવવાની” મંજૂરી આપે છે. તેમને ફરિયાદો સાથે ગુજરાત હાઈકોર્ટમાં જવાની ઈચ્છા વ્યક્ત કરવાનો પણ ઈન્કાર કર્યો.

અરજદારો આ મામલામાં કસ્ટોડિયલ હિંસા, તોડફોડ અને શંકાસ્પદ અને આરોપીઓની સંપત્તિને નુકસાન પહોંચાડવાના બનાવોની તપાસ કરવા માટે ઉચ્ચ ન્યાયાલય તરફથી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, જૂનાગઢ અથવા વરિષ્ઠ ન્યાયિક અધિકારીને આ મામલે નિર્દેશ આપવાની માંગ કરી છે.

વૈકલ્પિક રીતે, પિટિશન જાહેરમાં મારપીટ અને કસ્ટોડિયલ હિંસાની ઘટનાની તપાસ કરવા, એસપી અથવા તેનાથી ઉપરની રેન્કના આઈપીએસ અધિકારીઓની એક ટીમ બનાવવા માટે હાઈકોર્ટ નિર્દેશ આપે તેવી માંગ કરી છે, સાથે જૂનાગઢ રેન્જ અથવા જિલ્લા સાથે સંબંધિત ન હોય તેવી ટીમને સૂચના આપે, જે નિયત સમયની અંદર અસરનો અહેવાલ રજૂ કરે.

જૂનાગઢના એસપી રવિ વસમસેટ્ટીએ 19 જૂનના રોજ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, જાહેરમાં માર મારવાની ઘટનાની તપાસ માટે ડીએસપી માંગરોલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે.

અરજદારો એવી પણ માંગ કરી રહ્યા છે કે, ડીકે બાસુના ચુકાદા હેઠળના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટ આ ઘટનાને કોર્ટના તિરસ્કાર તરીકે સંજ્ઞાનમાં લે અને અપરાધી પોલીસ અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરે.

આ પણ વાંચોજામનગર : 20 લાખની લૂંટનો મામલો, ફરિયાદી જ આરોપી નીકળ્યો, આ રીતે પોલીસે ભેદ ઉકેલ્યો

16 જૂનની રાત્રે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર કથિત રીતે અતિક્રમણ કરવા બદલ પાંચ ઇસ્લામિક બાંધકામોને તોડી પાડવાની ચેતવણી આપવામાં આવેલી નોટિસને પગલે સ્થાનિકો અને પોલીસ વચ્ચે હિંસા અને ઘર્ષણ થયું હતું. ઓછામાં ઓછા ચાર પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, અને એક નાગરિકનું મૃત્યુ થયું હતું, તેમજ રાજ્ય પરિવહન બસ અને એક પોલીસ ચોકીમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ વાહનોને નુકસાન થયું હતું. આ મામલે લગભગ 180 લોકોની અટકાયત કરવામાં આવી હતી, ત્યારથી ઓછામાં ઓછા 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ