Gujarat Municipal-Panchayat Elections: ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ત્યાં જ 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કાર્યક્રમ જાહેર
ચૂંટણી પંચના પત્રક મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણી યોજવા રાજય ચૂંટણી આયોગે નીચે મુજબનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ છે.
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ
- 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે.
- ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ.
- કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે.
- 16 ફેબ્રુઆરીએ મતદાન થશે.
- 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
- રાજ્યમાં કુલ 1032 સંવેદનશીલ મતદાન મથકો છે. જેમાંથી 244 મતદાનમથકો અતિસંવેદનશીલ છે.
ચૂંટણી ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરવાની પોતાને પોતાનો ગુન્હાઈત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અરજદારે ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શક્શે અથવા આયોગની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શક્શે.
રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીઓ માટેના મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યાનો સુધારો નક્કી કર્યો છે.