Rajkot Swimming Pool death two Child Girl, ગોપાલ કટેસીયા : રાજકોટના પોશ વિસ્તારમાં આવેલા ગંગોત્રી પાર્કમાં રવિવારે મોડી સાંજે એક રહેણાંક સોસાયટીના સ્વિમિંગ પુલમાં અકસ્માતે પડી જતાં ત્રણ વર્ષની બે બાળકીઓ ડૂબી ગઈ હતી.
યુનિવર્સિટી પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે બે છોકરીઓ – પ્રકૃતિ ચંદ અને મેનુકા સિંહ તરીકે ઓળખાય છે – શિલ્પન ઓનીક્સ નામની રહેણાંક સોસાયટીના સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી અને ડૂબી ગઈ હતી.
રમતા રમતા બાળકીઓ સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી
રાજકોટ શહેર પોલીસના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ચિરાગ જાદવે સોમવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “બંને છોકરીઓ પૂલ પાસે રમતી વખતે અકસ્માતે સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી.”
તેમણે કહ્યું કે, “માતા-પિતાએ તેણીને શોધવાનું શરૂ કર્યું જ્યારે બંને દીકરીઓ તેના ક્વાર્ટરની નજીક કેટલાક સમય સુધી દેખાતી ન હતી. આખરે, તે સ્વિમિંગ પુલમાં તરતી મળી આવી હતી.”
બંને બાળકીઓના મોત
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર રત્નુએ જણાવ્યું હતું કે, “બંને બાળકીઓને પુલમાંથી બહાર કાઢ્યા બાદ રાજ્ય સરકાર સંચાલિત જનાના હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી.”
તેમણે કહ્યું કે, પ્રકૃતિ અને મેનુકા મૂળ નેપાળના નાગરિકો ગોકુલ ચંદ અને પ્રકાશ સિંહની દીકરીઓ છે, જેઓ આ બહુમાળી સોસાયટીના ગેટકીપર (વોચમેન) તરીકે કામ કરે છે.
કેવી રીતે ખબર પડી?
શિલ્પન ઓનીક્સ સોસાયટીના રહેવાસીઓમાંથી એક હર્ષલ સેવક નામના વ્યક્તએ જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સોસાયટીના સભ્યો કોમન એરિયામાં રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ઇન-હાઉસ મૂવી થિયેટરમાં ગયા હતા. “લોકોને એક છોકરી સ્વિમિંગ પૂલમાં તરતી જોવા મળી હતી. તેને તરત જ બહાર કાઢવામાં આવી હતી અને ઈમરજન્સી સર્વિસને બોલાવવામાં આવી હતી. બાદમાં પૂલમાં કપડાના ટુકડા જેવું કંઈક બીજુ જોવા મળ્યું હતું, અને પછી સ્પષ્ટ થયું હતું કે, અન્ય એક છોકરી પણ પાણીમાં ડૂબી ગઈ હતી.”
આ પણ વાંચો – રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના : એપાર્ટમેન્ટના સ્વિમિંગ પૂલમાં 4 વર્ષનું બાળક રમતા-રમતા પડ્યું, માસૂમનું મોત
ઉલ્લેખનીય છે કે, સ્વિમિંગ પૂલમાં ડુબી જતા બાળકના મોતની ચાર મહિનામાં આ બીજી ઘટના સામે આવી છે. મહત્ત્વની વાત એ છે કે, આ પહેલા માર્ચ મહિનામાં જે દુર્ઘટના સામે આવી હતી તે પણ રાજકોટની જ હતી. જેમાં રાજકોટના 150 ફૂટ રી્ગ રોડ પર આવેલા ઘંટેશ્વર નજીક વર્ધમાનનગર શેરીના ઓરમ એપાર્ટમેન્ટમાં આવેલા સ્વિમિંગ પુલમાં એક બાળક રમતા રમતા પડી ગયું હતુ, અને 30 સેકન્ડ મોત સામે માસૂમ લડતુ રહ્યું અને અંતે હાર માન્યું અને પ્રાણ પંખેરૂ ઉડી ગયું.