સુરત : આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ, પાંચ સભ્યો દાઝ્યા, યુવતીનું મોત

Surat Limbayat Fire Accident : સુરતના લિંબાયતમાં ઈ બાઈક ચાર્જિંગ આખી રાત ચાર્જિંગમાં મુક્યું હતુ, જેમાં વહેલી સવારે આગ લાગી હતી, આગ ફેલાતા ગેસ સિલ્ન્ડર બ્લાસ્ટ થયો, એક યુવતીનું મોત, ચાર દાઝ્યા.

Written by Kiran Mehta
June 21, 2024 11:48 IST
સુરત : આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ, પાંચ સભ્યો દાઝ્યા, યુવતીનું મોત
સુરત લિંબાયત આગ, એકનું મોત (પ્રતિકાત્મક તસવીર)

Surat Fire Breaking : સુરતના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે આગની દુર્ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં દુકાનની ઉપર બનેલા રહેણાક મકાનમાં રહેતો પરિવાર આગનો ભોગ બન્યો છે, જેમાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે એક યુવતીનું આગમાં ભડથું થઈ જતા મોત નિપજ્યું છે. કહેવાય છે કે, ઈ બાઈક આખી રાત ચાર્જિંગમાં મુક્યું હતુ, જ્યાં આગ લાગી હતી.

સુરત આગ દુર્ઘટના, 18 વર્ષિય યુવતીનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયતમાં એક હાર્ડવેર દુકાનની ઉપરના ભાગે રહેણાંક મકાનમાં પરિવાર રહેતો હતો, તેમનું ઈ બાઈક દુકાનના પાછળના ભાગે આખી રાત ચાર્જિંગમાં મુકેલુ હતું, તે સમયે વહેલી સવારે આગ લાગી હતી, અને આગ ફેલાતી ફેલાતી ગેસ સિલિન્ડર સુધી પહોંચતા મોટો બ્લાસ્ટ થયો, આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર પાંચ સભ્યો દાઝી ગયા હતા જેમાં એક 18 વર્ષિય યુવતીનું મોત થયું છે.

આખી રાત ઈ બાઈક ચાર્જિંગમાં મુકતા લાગી આગ

વિગતે ઘટનાની વાત કરીએ તો, લિંબાયત વિસ્તારમાં પરિવાર હાર્ડવેરની દુકાનની પાછળના વાડામાં ચાર્જિંગ પોઈન્ટ હોવાથી ઈ બાઈક રાત્રે ચાર્જિંગમાં મુકી સુઈ ગયો હતો. વહેલી સવારે અચાનક તેમાં આગ લાગી હતી, આગ જોત જોતામાં ફેલાઈ ગઈ અને નજીકમાં રહેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચતા તેમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના કારણે દુકાનની પાછળની દિવાલ તથા ઘરના કાચના દરવાજા પણ તૂટી ગયા.

એક જ પરિવારના પાંચ દાઝ્યા હતા, ચારની સારવાર ચાલી રહી

ફાયર વિભાગને વહેલી સવારે 5.30 કલાકે કોલ મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતા, અને રેસક્યુ શરૂ કર્યું હતુ, પાંચ લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, તમામને સ્વિમેર હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે ચાર લોકોની સારવાર ચાલી રહી છે.

આગ દુર્ઘટનામાં પીડિત પરિવાર

સૂત્રો અનુસાર, આગ દુર્ઘટનામાં દાઝી ગયેલા લોકોમાં પાંચે લોકો એક જ પરિવારના હતા, જેમાં દોલારામ સિરવી (ઉ.46), ચંપાબેન દોલારામ સિરવી (ઉ.42), ચિરાગ સિરવી(ઉ.8), દેવિકા સિરવી (ઉ.14) અને મહિમા સિરવી (ઉ.18). જેમાં મહિમા દોલારામ સિરવીનું ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું છે.

ઘટનાની જાણ થતા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ પીડિતોની ખબર અંતર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે દાઝી ગયેલા પરિવારની સારવાર માટે તકેદારીના પગલાનો આદેશ આપ્યો હતો. તેમણે મીડિયાને જણાવ્યું કે, વહેલી સવારે આગ લાગી હતી, અને પરિવાર સુતો હતો, આગ નીચે દુકાનના પાછળના ભાગે આખી રાત ઈ બાઈક ચાર્જિંગ મુક્યું ત્યાં લાગી હતી. અને પછી આગ ફેલાઈ ગઈ હતી, અને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા વધુ વિકરાળ બની હતી, આ આગની ઘટનામાં હાર્ડવેરની દુકાન સહિત આજુ બાજુની દુકાનમાં પણ નુકશાન પહોંચ્યું છે. ફાયર વિભાગ તપાસ કરી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ