લોકસભા ચૂંટણી 2024 : સીઆર પાટીલે પેજ પ્રમુખોને આપી આવી સલાહ

Lok Sabha elections 2024 : સીઆર પાટીલે કાર્યકરોને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જેમ પેજ સમિતિઓના જાદુનું પુનરાવર્તન કરવા કહ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કલ્પના કરાયેલ ‘પેજ પ્રમુખ’નો પ્રથમ પ્રયોગ 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હતો

Written by Ashish Goyal
Updated : April 04, 2024 20:54 IST
લોકસભા ચૂંટણી 2024 : સીઆર પાટીલે પેજ પ્રમુખોને આપી આવી સલાહ
ગુજરાત બીજેપીના પ્રમુખ સીઆર પાટીલ (Photo/X/@CRPaatil)

કમાલ સૈયદ : લોકસભાની ચૂંટણી પહેલા મતદારોમાં મજબૂત પગપેસારો સુનિશ્ચિત કરવા માટે ગુજરાત બીજેપીના પ્રમુખ સી.આર. પાટીલે ‘પેજ પ્રમુખ’ (મતદાર યાદીના એક પેજના પ્રભારી) અને ‘બૂથ પ્રમુખો’ને બોલાવ્યા છે, જેઓ મતદાન મથકની સંભાળ રાખે છે. પોતાના વિસ્તારોમાં જ્યાં ભાજપને વધારે સમર્થન નથી ત્યાં અને મતોને સકારાત્મકમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સોંપી છે.

પાટીલે બુધવારે રાત્રે સુરત શહેરમાં બૂથ પ્રમુખો અને પેજ પ્રમુખોની વિશાળ સભાને સંબોધતા કાર્યકરોને ‘પેજ’ સમિતિઓના જાદુને પુનરાવર્તિત કરવા જણાવ્યું હતું, જે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું હતું. જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 182માંથી 156 બેઠકો પર જીત મેળવી હતી.

તેમણે કહ્યું કે હું આ જીતથી બહુ ખુશ નથી, કારણ કે હજુ એવી 20 બેઠકો છે, જ્યાં ભાજપ 5,000 થી ઓછા મતોના માર્જિનથી ચૂંટણી હારી ગઈ હતી. જો પેજ પ્રમુખ સમિતિ દ્વારા વધારાનું કામ કરવામાં આવ્યું હોત, તો આપણે હજુ વધારે ચોક્કસપણે 20 બેઠકો જીતી શક્યા હોત અને આપણી કુલ બેઠકો 172 પર પહોંચી ગઈ હોત. તેમણે પક્ષના કાર્યકરોને આમાંથી પાઠ શીખવા કહ્યું છે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે 2.30 લાખથી વધુ મતદારો ધરાવતી વિધાનસભા બેઠકમાં 200 થી વધુ બૂથ છે અને દરેક બૂથમાં 30 પેજ સમિતિઓ છે. દરેક પેજ સમિતિ મતદાર યાદીના એક પેજનો પ્રભારી હોય છે, જેમાં 30 મતદારોના નામ હશે અને તેમાંથી એકને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને અન્ય ચારને સભ્ય બનાવવામાં આવે છે. પેજ પ્રમુખે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ચૂંટણીના દિવસે તેમની યાદીમાંના તમામ મતદારો મતદાન મથકો પર જાય અને તેમના મતાધિકારનો ઉપયોગ કરે.

પાટીલે સભામાં કહ્યું કે અમારે પેજ કમિટીના સભ્યોને કહેવા માંગીએ છીએ કે તમારી યાદીના મતદારોએ PM નરેન્દ્ર મોદીને મત આપવો જોઈએ અને તેમને ચૂંટવા જોઈએ. પછી ભલે તેઓ સ્થાનિક ભાજપના ઉમેદવારથી નારાજ હોય.”

પાટીલે કહ્યું કે પાર્ટીને આગામી લોકસભા ચૂંટણી માટે બૂથ પર તેના મજબૂત 74 લાખ પેજ કમિટીના સભ્યોની સાથે-સાથે બૂથો પર વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ લોકો સાથે ફરીથી જોડાવાની જરૂર છે અને ખાતરી કરવી જોઈએ કે, તેઓ મતદાનના દિવસે તેમના મતાધિકારનો ઉપયોગ કરે.

‘પેજ પ્રમુખ’ અવધારણા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કલ્પના કરાયેલ ‘પેજ પ્રમુખ’ ખ્યાલનો ઉપયોગ 2007 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાર યાદીના દરેક પેજ પર મતદારો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યો હતો. તેનો વધુ ઉપયોગ 2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હતો.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે સુરત અને નવસારી લોકસભા બેઠકોમાં 2.5 લાખ ડબલ મતદારો છે અને બૂથ પ્રમુખો અથવા પેજ પ્રમુખને આવા મતદારોનો સંપર્ક કરવાનુ સૂચન કર્યું. તેમને એક બેઠક પરથી તેમનુ નામ હટાવવા માર્ગદર્શન કરવાનું જાગૃત કરવાનું કહ્યું કારણે કે બે બેઠકો પર નામ નોંધણી રાખવી ગુનો છે.

આ પણ વાંચો – પુરુષોત્તમ રૂપાલા વિવાદ : શું ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડશે?

બૂથ અધ્યક્ષો અને પેજ અધ્યક્ષોએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે મતદાનના દિવસે, જો કોઈ મતદાર મતદાન મથક પર જોવા મળે, તો તેને રોકો અને ત્રણ અલગ અલગ ઓળખ પુરાવાઓ તપાસો અને પછી જ તેને મતદાન કરવાની મંજૂરી આપો. જો તે ના પાડે અથવા કોઈ હંગામો કરે તો, તરત જ ચૂંટણી અધિકારીઓને જાણ કરો.

આ બેઠકમાં સુરત શહેરના તમામ પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખોએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, સુરત શહેરના કેટલાક વિસ્તારો જેમ કે પાંડેસરા, સચિન, ઉધના, લિંબાયત, સલાબતપુરા વગેરે નવસારી લોકસભા બેઠકમાં આવે છે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો, સુરત શહેર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા.

ભાજપ પાસે 1.13 કરોડ પ્રાથમિક સભ્યો અને 74 લાખ પેજ કમિટી સભ્યોની ફોજ છે

પાટીલે શેર કર્યું કે ગુજરાતમાં ભાજપ પાસે 1.13 કરોડ પ્રાથમિક સભ્યો અને 74 લાખ પેજ કમિટી સભ્યોની ફોજ છે. તેમણે કહ્યું કે તમે લોકો જ જીત અને હાર માટે જવાબદાર છો. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં AAP ને 40 લાખ વોટ, કોંગ્રેસ પાર્ટીને 80 લાખ વોટ અને બીજેપીને 1.68 કરોડ વોટ મળ્યા હતા. અમે ઈચ્છીએ છીએ કે પેજ કમિટીના સભ્યો આ દિશામાં કામ કરે.”

કોંગ્રેસ પર પ્રહાર કરતા પાટીલે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન રાજકીય વાતાવરણ ભાજપની તરફેણમાં છે કારણ કે, કોંગ્રેસના કાર્યકરો ભાજપ સામે ઉમેદવારો ઉભા કરવામાં અચકાય છે.

કામની વ્યૂહરચના વિશે વિગતવાર જણાવતા પાટીલે કહ્યું કે દરેક બીજેપી ધારાસભ્ય ચૂંટણી પ્રચાર કાર્ય પર દેખરેખ રાખવા માટે આવતા સપ્તાહથી બૂથ સ્તરની કારોબારી બેઠક યોજશે. તેમણે સમજાવ્યું કે દરેક વિધાનસભા બેઠકમાં 14 બૂથ છે અને દરેક બૂથ પર 150 થી વધુ પેજ સમિતિના સભ્યો છે. આ સપ્તાહના અંતથી, પેજ પ્રમુખો અને બૂથ પ્રમુખોને તેમના વોર્ડ અને બૂથની ફાઇલ આપવામાં આવશે, જેમાં પેજ સમિતિના સભ્યો અને અન્ય લોકો શામેલ હશે, જેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લીધો હતો. પેજ પર વૃદ્ધ લોકો અને શારીરિક રીતે અશક્ત મતદારોની વિગતો પણ હશે.

પાટીલે પેજ કમિટીના અધ્યક્ષો અને બૂથ પ્રમુખોને એવો સંકેત આપીને પ્રોત્સાહિત કર્યા હતા કે, જો તેઓ તેમના બૂથને મજબૂત કરવા અને તેમના વોર્ડના બહુમતી લોકો દ્વારા સ્વીકાર્ય બને તો તેઓ ભાજપના કાઉન્સિલર, ધારાસભ્ય અથવા સાંસદ બનવાની સંભાવના ધરાવે છે.

પાટીલે કહ્યું કે રાજ્યમાં છેલ્લી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં, અમે ભાજપના ઉમેદવારો માટે વય માપદંડ 60 વર્ષ રાખ્યો છે. અમને સુરતમાં 100 નવા ચહેરા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 115 નવા ચહેરા મળ્યા. એ જ રીતે અમને કેટલાક અન્ય નવા ચહેરા પણ મળ્યા કારણ કે ત્રણથી વધુ વખત ચૂંટણી લડી ચૂકેલા ઘણા સિટિંગ કાઉન્સિલરોની બદલી કરવામાં આવી હતી. અમે તેમનો હવે જાહેર કાર્યોમાં તેમના અનુભવનો ઉપયોગ કરીને મહત્તમ ઉપયોગ કરીશું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ