scorecardresearch

‘લોથલ’ ઐતિહાસિક મહત્વ પાછું મેળવશે, ભારતની સમુદ્ર શક્તિ દર્શાવતું હેરિટેજ સંકુલ બનશે

lothal National Maritime Heritage Complex : ગુજરામાં આવેલું લોથલ (lothal) એ માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિ (Indus Valley civilisation)ના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. વડાપ્રધાને (PM Narendra Modi) આ સ્થળે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (National Maritime Heritage Complex)ના બાંધાકામની સમીક્ષા કરી.

‘લોથલ’ ઐતિહાસિક મહત્વ પાછું મેળવશે, ભારતની સમુદ્ર શક્તિ દર્શાવતું હેરિટેજ સંકુલ બનશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) સાઇટના બાંધકામની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, “આપણા ઈતિહાસની ઘણી એવી વાતોઓ છે જેને ભુલાવી દેવામાં આવી છે.” “લોથલ માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય વેપાર કેન્દ્ર જ ન હતું, પરંતુ તે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું.”

તો ચાલો, લોથલના ભવ્ય ઐતિહાસિક વારસા અને NMHC પ્રોજેક્ટના મહત્વ વિશે જાણીયે…

લોથલ ક્યાં આવેલું છે?

લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રો પેકીનું એક હતું, જે હાલ ભારતના ગુજરાત રાજ્યના ભાલ પ્રદેશમાં આવેલું છે. આ બંદર શહેર ઇ.સ. 2,200 પૂર્વે બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોથલ એક સમૃદ્ધ વેપારી કેન્દ્ર હતું, જ્યાંથી મોતી, રત્નો અને આભૂષણોનો વેપાર પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી વિસ્તરેલો હતો. ગુજરાતીમાં લોથલ (લોથ અને (ઓ) થાલનું સંયોજન) નો અર્થ “મૃતકોનો ટેકરો” છે.

આશ્ચર્યની વાત એ છે કે, મોહેંજો-દડો શહેર જે સિંધુ ખીણ સંસ્કૃતિનો જ એક ભાગ છે, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, તેનો સિંધી ભાષામાં પણ આવો જ અર્થ નીકળે છે.

ભારતીય ઇતિહાસકાર સંશોધકો એ ગુજરાતના ભાલ પ્રદેશમાં વર્ષ 1947 બાદ હડપ્પન સંસ્કૃતિના શહેરોની શોધ શરૂ કરી. પુરાતત્વવિદ્ એસ.આર. રાવે ટીમનું નેતૃત્વ કર્યું હતું જેમણે તે સમયે બંદર શહેર લોથલ સહિત હડપ્પાન સંસ્કૃતિના સંખ્યાબંધ સ્થળોને શોધી કાઢ્યા હતા. લોથલમાં ફેબ્રુઆરી 1955 અને મે 1960ના સમયગાળા વચ્ચે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) મુજબ, લોથલમાં વિશ્વનું સૌથી પ્રાચીન બંદર હતુ, જે આ શહેરને સાબરમતી નદીના પ્રાચીન જળ માર્ગ સાથે જોડતું હતુ.

આ ઉપરાંત ગોવામાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીએ આ ઐતિહાસિક સ્થળેર દરિયાઈ માઇક્રોફોસીલ્સ અને મીઠું, જીપ્સમ ક્રિસ્ટલ શોધી કાઢ્યા હતા, જે દર્શાવે છે કે આ શહેર દરિયાના પાણીમાં ડુબી ગયુ હતુ અને તે ચોક્કસપણે એક બંદર હતું.

ત્યારબાદ થયેલા ખોદકામમાં, ASIએ એક ઉંચો ટેકરો, મકાનો, બજાર અને બંદર શોધી કાઢ્યું હતું. આ ખોદકામ કરેલા ઐતિહાસિક સ્થલની નજીકમાં જ એક ઐતિહાસિક સંગ્રહાલય આવેલું છે, જ્યાં ભારતીય સિંધુ યુગના કેટલાંક સૌથી પ્રાચીન નમૂનાઓ – શિલ્પો મુલાકાતીઓ માટે મૂકવામાં આવ્યા છે.

ઐતિહાસિક મહત્વ

લોથલને એપ્રિલ 2014માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, અને તેની અરજી યુનેસ્કોની કામચલાઉ યાદીમાં પેન્ડિંગ છે. યુનેસ્કોને સુપરત કરાયેલ નોમિનેશન ડોઝિયર મુજબ, “લોથલનું ખોદકામ કરાયેલું સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું એકમાત્ર બંદર શહેર છે. એક ઉપલા અને નીચલા નગર સાથેના મહાનગરમાં તેની ઉત્તર બાજુએ ઊભી દિવાલ, પાણી અંદર આવવાની અને બહાર જવાની વ્યવસ્થા ધરાવતું એક માળખું હતું જેને ‘tidal dockyard’ તરીકે ઓળખવામાં આવે છે.

સેટેલાઈટ ઈમેજથી જાણવા મળે છે કે, નદીની કેનાલ, જે હાલ સુકાઈ ગઈ છે, તે ભરતી દરમિયાન મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ લાવતી હતી, જેનાથી કેનાલ ભરાઇ જતી હતી અને વહાણને ઉપર તરફ જવામાં સરળતા મળતી હશે. પથ્થરના લંગરોના અવશેષો, છિપલાઓ મળી આવ્યા છે, આ સાથે સાથે ગોદામ તરીકે ઓળખાયેલ માળખું આ બંદરની કામગીરીને સમજવામાં મદદરૂપ બને છે.”

તેનું ઐતિહાસિક મહત્વ દુનિયાભરના અન્ય પ્રાચીન બંદર શહેર જેટલું જ છે. દુનિયાના મહત્વપૂર્ણ પ્રાચીન બંદર શહેરોમાં ઝેલ હા (પેરુ), ઓસ્ટિયા (રોમનું બંદર) અને ઇટાલીમાં કાર્થેજ (ટ્યુનિસનું બંદર), ચીનમાં હેપુ, ઇજિપ્તમાં કેનોપસ, ગેબેલ (બાયબ્લોસ ઓફ ટ્યુનિસ)નો સમાવેશ થાય છે. આ સ્થળની તુલના અન્ય સિંધુ બંદર શહેરો પાકિસ્તાનના બાલાકોટ ગુજરાતના કચ્છમાં આવેલા ખીરાસા અને રાજકોટમાં આવેલા કુંતાસી સાથે કરી શકાય છે.

NMHC પ્રોજેક્ટ 

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ માર્ચ 2022માં શરૂ થયો હતો અને તેને 3,500 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. તેમાં લોથલ મિની-રિક્રિએશન જેવી ઘણી ઇનોવેટિવ સુવિધાઓ હશે, જે હડપ્પન બાંધકામ અને જીવનશૈલીને આકર્ષક ટેક્નોલોજી મારફતે ફરીથી દર્શાવશે; ઉપરાંત ચાર થીમ પાર્ક – મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઇમ અને નેવી થીમ પાર્ક, ક્લાઈમેટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક.

તેમાં વિશ્વનું સૌથી ઉંચી દિવાદાંડી મ્યુઝિયમ, હડપ્પન સમયથી આજ સુધીના ભારતના દરિયાઈ વારસાને પ્રકાશિત કરતી 14 ગેલેરીઓ તેમજ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૈવિધ્યસભર સમુદ્ર વારસાને પ્રદર્શિત કરતું દરિયાકાંઠાના રાજ્યોનું એક પેવેલિયન પણ હશે.

વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, લોથલ ખાતેનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતના સમુદ્ર ઈતિહાસને જાણવા અને સમજવા માટેના કેન્દ્ર તરીકેની ભૂમિકા ભજવશે. NMHC ને ભારતના વૈવિધ્યસભર સમુદ્ર વારસાને પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે વિકસાવવામાં આવી રહ્યું છે અને લોથલને વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે સ્થાન અપાવવામાં પણ મદદ કરશેે.

Web Title: Lothal history national maritime heritage complex features and significance

Best of Express