મહાકુંભ માટે સુરત, વડોદરા અને રાજકોટથી પણ વોલ્વો દોડશે, ટિકિટના દર સહિતની સંપૂર્ણ માહિતી

GSRTC Bus Gujarat to Maha kumbh: મહાકુંભ માટે 4 ફેબ્રુઆરીથી નવી પાંચ બસ દોડાવાશે. જેમાં અમદાવાદથી વધુ એક બસ ઉપરાંત સુરતથી 2 અને વડોદરા-રાજકોટથી 1-1 બસ શરુ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપી

Written by Ashish Goyal
February 02, 2025 16:57 IST
મહાકુંભ માટે સુરત, વડોદરા અને રાજકોટથી પણ વોલ્વો દોડશે, ટિકિટના દર સહિતની સંપૂર્ણ માહિતી
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી નવી પાંચ બસ દોડાવાશે

GSRTC Bus Gujarat to Maha kumbh: પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહા કુંભ મેળા 2025 ચાલી રહ્યો છે. મહાકુંભમાં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યા છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને તમામ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે દ્વારા બસ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.

4 ફેબ્રુઆરીથી નવી પાંચ બસ દોડાવાશે. જેમાં અમદાવાદથી વધુ એક બસ ઉપરાંત સુરતથી 2 અને વડોદરા-રાજકોટથી 1-1 બસ શરુ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા

  • સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે.

  • અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે.

  • શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.

વોલ્વો બસ પેકેજ (પ્રતિ વ્યક્તિ પેકેજ)

  • અમદાવાદથી 7800 રૂપિયા
  • સુરતથી 8300 રૂપિયા
  • વડોદરાથી 8200 રૂપિયા
  • રાજકોટથી 8800 રૂપિયા

આ પણ વાંચો – રાજ્યમાં 68 IAS અધિકારીઓની બદલી, અમદાવાદ કલેક્ટર અને AMC કમિશનર બદલાયા

2 ફેબ્રુઆરી ઓનલાઈન બુકિંગ

આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજ તા: 02/02/2025ના રોજ સાંજે 5 કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.

યાત્રાળુઓ માટે ધ્યાન રાખવાની ખાસ બાબતો

  • બસનું ઓનલાઇન બુકિંગ આજ તા:02/02/2025ના રોજ સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. યાત્રાળુઓ નિગમની વેબસાઈટ http://gsrtc.in તેમજ કોઈ પણ બસ સ્ટેન્ડ ઉપર થી એડવાન્સ બુકિંગ કરાવી શકશે.

  • બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી બુકિંગના કિસ્સામાં 1 % બુકિંગ ચાર્જ લાગતો હોઈ યાત્રાળુઓ ઓનલાઇન બુકિંગ કરે તે ઈચ્છનીય છે

  • મહત્તમ યાત્રાળુઓ આ સુવિધાનો લાભ લઈ શકે તે માટે એક લોગિન ID પરથી /એક વ્યક્તિ દ્વારા મહત્તમ 4 સીટ બુક કરાવી શકશે.

  • આ પેકેજમાં પ્રયાગરાજ ખાતે રહેવાની વ્યવસ્થા યાત્રાળુઓ દ્વારા પોતાની જાતે કરવાની રહે છે.

  • મહાકુંભમાં લાભ લેવા પ્રયાગરાજ ખાતે ખુબજ મોટી માત્રામાં યાત્રાળુઓ આવતા વ્યવસ્થા જાળવવા પગપાળા ચાલવાનું વધુ રહે છે. જેથી બુકિંગ કરાવતા તમામ યાત્રાળુઓએ ચાલવાની તૈયારી રાખવા વિનંતી છે .

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ