મહેસાણામાં સીટી બસમાંથી એક મહિલા પેસેન્જર બસમાંથી ચાલુ બસે ઉતરી વખતે નીચે પડી જવાની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં મહિલા મુસાફર ચાલુ બસમાંથી નીચે ઉતરતી વખતે નીચે પડી ગયા અને ઇજા થઇ હોવાની ઘટના સીટી બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જ કેદ થઇ ગઇ છે.
રૂટ નંબર-8ની બસમાંથી મહિલા મુસાફર નીચે પટકાઇ
મહેસાણામાં એક મહિલા રૂટ નંબર-8ની બસમાં બેસીને પાલાવાસણાથી તોરણવાળી માતાના ચોકમાં આવી રહી હતી. ઉતરવાનું સ્થળ આવતા મહિલા પોતાની સીટ પર ઉભી થઇને બસના આગળના દરવાજા પર આવીને ઉભા રહ્યા છે. આ મહિલા જોત જોતામાં ચાલુ બસે ઉતરી જતા નીચે પટકાયા હતા. આ સમગ્ર ઘટના સીટી બસમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ થઇ ગઇ છે.
હિલા વાત વાતમાં ચાલુ બસે ઉતરવા જતા નીચે પટકાઇ હતી. મહિલા નીચે પટકાઇ હોવાનું જણાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. મહિલાના પરિવારજનોએ બસના ડ્રાઇવરની બેદરકારીના લીધે મહિલા નીચે પટકાતા તેનું મોત થયુ હોવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દરવાજા વગરની સીટી બસમાં મુસાફરી, જોખમી સવારી
આ ઘટનામાં સીટી બસમાં મુસાફરોની સુરક્ષા અંગે તદ્દન લાપરવાહી દાખવવામાં આવી રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઇ આવે છે. રૂટ નંબર-8ની બસમાં દરવાજો જ ન હતો. જો બસમાં આગળનો ગેટ હોત તો આટલી ગંભીર અકસ્માત સર્જાયો ન હતો.





