Mujpur Gambhira Bridge Collapse: મહિસાગર નદી પરનો મુજપુર ગંભીરા પુલ તૂટ્યા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. બુધવાર 9 જુલાઇના રોજ વહેલી સવારે આણંદ અને વડોદરાને જોડતા મુજપુર ગંભીરા મહિસાગર નદીના પુલનો એકભાગ તૂટી જતા ગંભીર દૂર્ઘટના સર્જાઇ છે. ગંભીરા પુલ તૂટતા 3 થી 4 વાહનો મહિસાગર નદીમાં ખાબક્યા હતા. પુલ તૂટવાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓ દ્વારા દોરડા વડે નદીમાં પડેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે.
પુલ તૂટતા 5 વાહન મહિસાગર નદીમાં પડ્યા
સત્તાવાર મળતી માહિતી પ્રમાણે ગંભીરા પુલના બે પીલર વચ્ચેનો ભાગ તૂટી પડતાં નદીમાં બે ટ્રક, બે ઈકો વાન, એક પીકઅપ વાન સહિતના વાહનો નદીમાં પડ્યા હતા.
ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા દ્વારા બચાવ કામગીરી
મહિસાગર નદીનો મુજપુર ગંભીરા પુલ તૂટ્યા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદ વડે નદીમાં પડેલા વાહનોમાં સવારી કરનાર લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ મહિસાગર નદી પુલ દૂર્ઘટનામાં બચાવ કામગીરી દરમિયાન પાંચ લોકોને બાચવી લેવાયા છે.
મહિસાગર નદી પરનો ગંભીરા પુલ 45 વર્ષ જૂનો
મહિસાગર નદી પર બનેલો મુજપુર ગંભીરા પુલ 45 વર્ષ જુનો હોવાનું કહેવાય છે. આ પુલ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડે છે. વર્ષો જુનો પુલ ખખડધજ થતા રિપેરિંગ કરવા અથવા નવો પુલ બનાવવા સ્થાનિક લોકો દ્વારા વારંવાર વહીવટીતંત્રને રજૂ કરવામાં આવી હતી. જો કે સરકારની ઘોર બેદરકારીને કારણે આ ગંભીર દૂર્ઘટના બની છે. મુજપુર ગંભીરા પુલ દૂર્ઘટના વિશે વધુ વાંચા અહીં ક્લિક કરો





