scorecardresearch

પાવાગઢમાં મોટી દુર્ઘટના: ઘુમ્મટનો સ્લેબ શ્રદ્ધાળુ પર પડ્યો, એકનું મોત, 8 ઈજાગ્રસ્ત

Pavagadh Dome slab falls tragedy : યાત્રાધામ પાવાગઢમાં ઘુમ્મટ તૂટવાની દુર્ઘટનાામાં એકનું મોત થયું છે, જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે, ત્રણની હાલત ગંભીર જણાતા તેમને વડોદરા ખસેડવામાં આવી રહ્યા છે.

Pavagadh Dome slab falls tragedy
પાવાગઢમાં ગુમ્મટ તૂટતા શ્રદ્ધાળુઓ દટાયા

Pavagadh tragedy : યાત્રાધામ પાવાગઢથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાવાગઢના માચીમાં શ્રદ્ધાળુઓ પર ઘુમ્મટનો સ્લેબ તૂટના 8 જેટલા યાત્રીઓ નીચે દબાયા હતા, જેમાં એકનું મોત થયું છે, ત્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢના માચી ખાતે નવનિર્માણ ઘુમ્મટ અચાનક તૂટી ગયો હતો. ગુમ્મટ તૂટ્યો તે સમયે યાત્રિકો વરસાદથી બચવા માટે તેની નીચે ઉભા હતી. અચાનક ઘુમ્મટ તૂટતા યાત્રીકો પથ્થર નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એકનું મોત થયું છે, ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

એક મહિલાનું મોત – 8 ઈજાગ્રસ્ત

વિગતવાર ઘટનાની વાત કરીએ તો, પાવાગઢ માચીમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. આ સમયે યાત્રાળુઓ વરસાદથી બચવા માટે નવનિર્મિત ઘુમ્મટ નીચે આશરો લઈ રહ્યા હતા, આ સમયે અચાનક ઘુમ્મટ તૂટના યાત્રાળુઓ ઘુમ્મટના પત્થરો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘાયલોને હાલોલ અને વડોદરા ખસેડાયા

અચાનક દુર્ઘટના સર્જાતા થોડા સમય માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અન્ય સ્થાનિક લોકોની મદદથી પાંચ ઈજાગ્રસ્તને હાલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને વડોદરા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોધોરણ 12ની વિદ્યાર્થીનીએ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા આત્મહત્યા કરી, ‘પરિણામ જોઈ અસ્વસ્થ થઈ ગઈ અને…’

પાવાગઢમાં દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?

સૂત્રો અનુસાર, પાવાગઢ માચી ખાતે યાત્રાળુઓની સુવિધા માટે રેનબસેરા બનાવવામાં આવી રહ્યો છે, વરસાદ વરસી રહ્યો હતો, અને અચાનક રેન બસેરાનો ઘુમ્મય ધરાશાયી થયો, વરસાદ સમયે વીજળી પડતા સ્લેબ તૂટતા દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ દુર્ઘટના પાછળનુું મુખ્ય કારણ શું છે તે તપાસ બાદ જ ખબર પડશે.

Web Title: Major tragedy in pavagadh dome slab falls on devotee one dead 8 injured

Best of Express