સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, માતા-પિતાનું મોત, ત્રણ બાળકો સારવાર હેઠળ

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના બે સભ્યોના મોત થયા છે જ્યારે 3 સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Written by Rakesh Parmar
April 13, 2025 15:35 IST
સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, માતા-પિતાનું મોત, ત્રણ બાળકો સારવાર હેઠળ
કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. (તસવીર: સોશિયલ મીડિયા વીડિયો ગ્રેબ)

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના બે સભ્યોના મોત થયા છે જ્યારે 3 સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાલીના ઇડરમાં પ્રાથમિક સારવાર બાદ બધાને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. આ ઘટના વડાલીના સાગરવાડા વિસ્તારમાં બની હતી.

એવું કહેવાય છે કે વડાલી શહેરના સાગરવાડા વિસ્તારમાં વિનુભાઈ સાગર તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. શરૂઆતની માહિતી મુજબ આર્થિક મુશ્કેલીઓથી પરેશાન થઈને તેમણે તેના આખા પરિવાર સાથે ઝેર પી લીધું. ઝેરી દવા ખાધા પછી બધાની તબિયત બગડવા લાગી. ઘરની અંદરનો અવાજ સાંભળીને પડોશીઓ દોડી આવ્યા. પડોશના લોકોએ તાત્કાલિક બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. પરંતુ હાલત વધુ ખરાબ થતી જોઈને ડોક્ટરોએ તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ રીફર કર્યા.

પરિવારના વડા વિનુભાઈ મોહનભાઈ સાગર (44 વર્ષ) અને તેમના પત્ની કોકિલાબેનનું હિંમતનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પુત્રીઓ ક્રિષ્ના ઉર્ફે ભૂમિકા બેન (19), નીરવ કુમાર (17), નરેન્દ્ર કુમાર ઉર્ફે શંકર (15)એ ઝેરી દવા પી લીધી હતી. પોલીસ બધાના નિવેદનો નોંધ્યા બાદ આ મામલાની તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે દેશમાં આત્મહત્યાના આંકડા ચિંતાજનક છે અને તાજેતરના વર્ષોમાં તેમાં વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા અનુસાર, 2022 માં ભારતમાં કુલ 1,71,000 આત્મહત્યાના કેસ નોંધાયા હતા. આ સંખ્યા પાછલા વર્ષો કરતા આશરે 2.6% વધુ હતી. સરેરાશ દરરોજ લગભગ 468 આત્મહત્યાના કિસ્સાઓ બનતા હતા, જેનો અર્થ એ થાય કે દર કલાકે લગભગ 19-20 આત્મહત્યાના કિસ્સાઓ બનતા હતા. વર્ષ 2021 માં 1,64,033 આત્મહત્યા નોંધાઈ હતી, જેમાં પુરુષોનો હિસ્સો 70% થી વધુ હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ