મુન્દ્રામાં એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આગની આ ઘટના મુન્દ્રાની સૂર્યનગર સોસાયટીમાં બની હતી. રહસ્યમય રીતે પહેલા એક વિસ્ફોટ થયો ત્યારબાદ ઇમારતમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં પિતા અને પુત્રીનું મોત થયાની જાણકારી સામે આવી રહી છે. ત્યાં જ માતાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી શંકા છે કે AC કોમ્પ્રેસરમાં લીકેજને કારણે આ અકસ્માત થયો હતો. ઘટનાથી પ્રભાવિત પીડિત પરિવાર આંધ્રપ્રદેશનો હતો.
મુન્દ્રા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પ્રચંડ વિસ્ફોટ અને આગ પછી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. હાલમાં ઘાયલ મહિલા સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો કર્યો હતો. જોકે થોડાક જ સમય બાદ ઘરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
આ પણ વાંચો: કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસમાં મેટ્રોની કમાણી બમણી થઈ, જાણો કોલ્ડપ્લેની ટીમને કેટલા કરોડ મળ્યા
તમને જણાવી દઈએ કે FSL ની મદદથી આગ લાગવાનું કારણ જાણવામાં આવશે ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવશે.
આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં પિતા-પુત્રીનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 30 વર્ષીય માતાને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.





