Mehsana Unjha Gas Balloons Blast : ગુજરાતના મહેસાણામાં નવા ઉદ્ઘાટન કરાયેલ ગણેશ મંદિરમાં ધાર્મિક સમારોહ દરમિયાન ફટાકડાના સંપર્કમાં આવતા ગેસના ફૂગ્ગા ફાટ્યા હતા, જેમાં 15 થી 16 વર્ષની વયના આશરે 30 બાળકો, શનિવારે દાઝી ગયા હતા.
અચલ ત્યાગી, પોલીસ અધિક્ષક (મહેસાણા) એ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, વિસ્ફોટ મહેસાણા જિલ્લાના ઊંઝાના એક મંદિરના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયો હતો.
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ
ત્યાગીએ કહ્યું, “બપોરે 12.45 વાગ્યાની આસપાસ, પ્રાણ પ્રતિષ્ઠા (મૂર્તિની સ્થાપના) કાર્યક્રમ દરમિયાન, લોકો હિલીયમ ગેસના ફુગ્ગા છોડતા હતા. જ્યારે કોઈએ નાનો ફટાકડો સળગાવ્યો, જેનો તણખો હિલીયમના ફુગ્ગાઓના ગુચ્છા પર પડ્યો અને વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતા ફુગ્ગા બાળકોના હાથ પર ચોંટી ગયા હતા, જેના કારણે બળી જવાની ઇજાઓ થઈ હતી.”
આ પણ વાંચો – ગાંધીનગર : રાંધેજા-પેથાપુર રોડ પર કાર અકસ્માત, માણસાના પાંચ પિતરાઈ ભાઈનો એક સાથે મોતથી આક્રંદ
બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા
પોલીસ અનુસાર, “બાળકોને તત્કાલીક સારવાર માટે ઊંઝાની CSC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નાની ઈજાઓની સારવાર આપવામાં આવી હતી. બાદમાં, તેમાંથી થોડા વધારે ઈજાગ્રસ્ત 15-16 લોકોને મહેસાણાની લાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.” ઉમેર્યું.





