Coldplay: કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસમાં મેટ્રોની કમાણી બમણી થઈ, જાણો કોલ્ડપ્લેની ટીમને કેટલા કરોડ મળ્યા

અમદાવાદના મોઢેરામાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25-26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે (Coldplay) કોન્સર્ટ યોજાયો હતો, ત્યારે આ બે દિવસના કોન્સર્ટે અમદાવાદમાં રેકોર્ડબ્રેક રેકોર્ડ નોંધાવ્યા છે.

Written by Rakesh Parmar
January 28, 2025 15:32 IST
Coldplay: કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસમાં મેટ્રોની કમાણી બમણી થઈ, જાણો કોલ્ડપ્લેની ટીમને કેટલા કરોડ મળ્યા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોન્સર્ટમાં બે દિવસમાં 2 લાખથી વધુ લોકો આવ્યા હતા. (તસવીર: Coldplay/Insta)

અમદાવાદના મોઢેરામાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25-26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે (Coldplay) કોન્સર્ટ યોજાયો હતો, ત્યારે આ બે દિવસના કોન્સર્ટે અમદાવાદમાં રેકોર્ડબ્રેક રેકોર્ડ નોંધાવ્યા છે, જેમાં અમદાવાદ મેટ્રો ટેનમાં બે દિવસમાં 4.05 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. જેના માટે દર 8 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી હતી.

ત્યાં જ 2 દિવસના કોન્સર્ટ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસથી AMC દ્વારા 15,50,000 લાખ કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેના માટે 492 સફાઈકર્મીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોલ્ડપ્લે કોન્સર્ટમાં 2 લાખથી વધુ લોકો આવ્યા હતા, ત્યારે પબ્લિક દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ કરવામાં આવતી ગંદકી અને કચરાને દૂર કરવા માટે AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWIM) પશ્ચિમ ઝોન વિભાગે એક્શન પ્લાન બનાવ્યો હતો.

25-26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસ અમદાવાદની મેટ્રો ટ્રેનમાં 4,05,264 લોકોએ મુસાફરી કરી રેકોર્ડ બ્રેક આંકડો નોંધાવ્યો હતો. 25 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં સૌથી વધુ 2,13,735 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. જ્યારે 26 જાન્યુઆરીના રોજ 1,91,529 લોકોએ મુસાફરી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનું પર્ફોમન્સ, દર્શકો થયો મંત્રમુગ્ધ

25-26 જાન્યુઆરીના કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો, ત્યારે દેશનાં વિવિધ શહેરોમાંથી લાખોની સંખ્યામાં આ બેન્ડના ચાહકો અમદાવાદ આવ્યા હતા. જેમાં મોટાભાગના ચાહકો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોલકાતાથી મુસાફરો અમદાવાદ આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં 1,37,500 મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં અવરજવર કરી હતી. 24 જાન્યુઆરી કોન્સર્ટના એક દિવસ પહેલાં અમદાવાદ એરપોર્ટ પર કુલ 44,000 મુસાફરોએ અવરજવર કરી હતી. આ ઉપરાંત 320 ફ્લાઈટની મૂવમેન્ટ રહી હતી. જેમાંથી 38 ચાર્ટર પ્લેન હતાં. 25 જાન્યુઆરી એ સૌથી વધુ 47,000 મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરી હતી તથા 340 ફ્લાઈટની મૂવમેન્ટ રહી હતી જેમાં 40 ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ રહી હતી. જ્યારે 26 જાન્યુઆરી એ અમદાવાદ એરપોર્ટ પર 46,500 મુસાફરોની અવરજવર રહી હતી તથા 320 ફ્લાઈટની મૂવમેન્ટ રહી હતી.

કોલ્ડપ્લેની ટીમને 80 કરોડ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોન્સર્ટમાં બે દિવસમાં 2 લાખથી વધુ લોકો આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોન્સર્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું એક દિવસનું અંદાજે 20 કરોડ મળી બે દિવસનું 40 કરોડ ભાડું ચૂકવાયું હતું. કોલ્ડપ્લેની ટીમને બે દિવસના 80 કરોડ મહેનતાણું ચૂકવાયું હોવાની ચર્ચા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ