આવતીકાલે તમારી આસપાસ સાયરન વાગે તો ગભરાશો નહીં, ખાસ ધ્યાન આપજો

Mock drill in Gujarat: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે 7 મે 2025ના રોજ દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે.

Written by Rakesh Parmar
Updated : May 06, 2025 15:58 IST
આવતીકાલે તમારી આસપાસ સાયરન વાગે તો ગભરાશો નહીં, ખાસ ધ્યાન આપજો
1971 બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતમાં આવતીકાલે (7 મે) બુધવારના રોજ યોજાનાર મોકડ્રીલના આયોજનને લઈ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે 7 મે 2025ના રોજ દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે. 1971 બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે.

ગુજરાતમાં ક્યાં મોકડ્રીલ યોજાશે

Mock drill in Gujarat, Mock drill in Ahmedabad, Mock drill in Vadodara
ગુજરાતમાં કુલ 18 સ્થળોએ મોકડ્રીલ યોજાશે.

આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર છે.

મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે?

હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.

હુમલા માટેની સાયરન વાગે ત્યારે શું કરવું?

જયારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે 5થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું. ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું.

ગુજરાતમાં 19 સ્થળે મોક ડ્રીલ

વર્ષ 2010માં સિવિલ ડિફેન્સ સ્થળોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી હતી. તેથી કહી શકાય કે આ જ 259 સ્થળો પર સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. સિવિલ ડિફેન્સ સ્થળોની યાદીમાં ગુજરાતમાં કુલ 19 સ્થળોનો સમાવેશ થાય છે. એવામાં આ 19 સ્થળોએ મોક ડ્રીલ યોજાઇ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ