ગુરુવારની સાંજે આકાશમાં ત્રણ ગ્રહ એક સાથે એક રેખામાં નરી આંખે જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સાજે આકાશમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહ એક જ લાઇનમાં નરી આંખે જોવા મળતા ખગોળ પ્રેમીઓ રોમાંચિત થયા હતા. દેશભરના ઘણા શહેરોમાં ત્રણ ગ્રહ એક લાઇનમાં જોવા મળ્યા હતા.
ગુરુવારની સાંજે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં ચંદ્ર ગુરુ અને શુક્રની યુતિનો અદભૂત નજારો સર્જાયો હતો. આ ખગોળીય ઘટના અંગે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે માહિતી આપતાં જણાવ્યું હતું કે ચંદ્ર, ગુરુ અને શુક્ર – આ ત્રણેય ગ્રહ એક સમાન અંતરે અને ઊભી લીટીમાં આવતા સુંદર દ્રશ્ય જોવા મળ્યો હતો.
હવે આવી બીજી ખગોળીય ઘટના આગામી તારીખ 1 માર્ચ અને 2 માર્ચે પણ આવો નજારો જોવા મળી શકે છે.
શુક્ર ગ્રહ એ આપણા સૂર્યમંડળનો સૌથી વધુ પ્રકાશિત ગ્રહ છે જ્યારે ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે. આમ ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહનું એક સાથે દેખાવવું એ એક મોટી ખગોળીય ઘટના હોઇ શકે છે.