મોરબીમાં ઝુલતો પુલ તૂટતા ફરી મચ્છુ ડેમ હોનારતના જખ્મો તાજા થયા

morbi machhu dam disaster history : મોરબીમાં (morbi) રવિવારે મચ્છુ નદી (macchu river) પર બનેલો ઝુલતો પુલ તૂટી પડતા (cable bridge callapses) 40થી વધુ લોકોના મોત થયા, આ ગોઝારી ઘટનાથી ફરી એક વાર 43 વર્ષ પહેલા બનેલી મચ્છુ હોનારતના (machhu dam disaster) જખ્મો તાજા થઇ ગયા

Written by Ajay Saroya
Updated : October 20, 2023 12:24 IST
મોરબીમાં ઝુલતો પુલ તૂટતા ફરી મચ્છુ ડેમ હોનારતના જખ્મો તાજા થયા
મોરબી પુલ દુર્ઘટના

મોરબીમાં રવિવારે મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડતા ફરી એક વાર 43 વર્ષ પહેલા બનેલી મચ્છુ હોનારતના જખ્મો તાજા થઇ ગયા છે. 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ડેમ તૂટતા ભયંકર પૂર આવ્યુ હતુ જેમાં સંપૂર્ણ મોરબી તણાઇ ગયુ હતું. આ હોનારતમાં 25,000થી વધારે લોકોના મોત થયા હતા. આજે ફરી મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટતા ચાર દાયકા પહેલાના એ ગોઝારી હોનારતના દ્રશ્યો લોકોની નજર સામે દ્રશ્યમાન થવા લાગ્યા હતા.

મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂડી પડતા હાલ 40 લોકોના મોત થયા હોવાનું મનાય છે. આ દૂર્ઘટના ઘટી ત્યરે પુલ પર લગભગ 500 લોકો હોવાનું કહેવાય છે. આથી મોટી સંખ્યામાં લોકો નદીમાં ડુબી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

મચ્છુ ડેમ તૂટતા મોરબી શહેર પાણીમાં ગરકાવ, 25000 લોકોના મોત

મોરબીમાં ફરી એક વાર મચ્છુ નદી પર ચાર દાયકા બાદ એક ગોઝારી દૂર્ઘટના સર્જાઇ છે. 43 વર્ષ પહેલા મોરબીમાં મચ્છુ નદી પર બાંધેલો ડેમ તૂટી પડતા 11 ઓગસ્ટ 1979ના રોજ ભયંકર પૂર આવ્યુ હતુ. ભારે વરસાદ અને પૂરને કારણે મચ્છુ ડેમ-2ની દિવાલ તૂટી ગઇ અને સમગ્ર મચ્છુ શહેર તણાઇ ગયુ હતુ. માત્ર 20 જ મિનિટમાં મોરબી શહેમાં 12થી 30 ફૂટ જેટલા પાણી ફરી વળતા ચારેય બાજુ નાસભાગ મચી ગઇ હતી.

આ હોનારતમાં 25,000 લોકોના મોત થયા હોવાનું મનાય છે. મોરબીના મચ્છુ ડેમની હોનારતને ગિનિસ બુક ફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ ડેમ દૂર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી. મચ્છુ ડેમ હોનારતના પગલે વર્ષ 1979ની ગણતરી અનુસાર અંદાજે 100 કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયુ હોવાનું મનાય છે.

સમગ્ર હોનારતની વાત કરીયે તો 11 ઓગસ્ટ 1979ના રોજ અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો.

૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી/સે કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ- મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના Live Update: 40થી વધુના મોતની આશંકા, ગુણવત્તાનું સર્ટીફિકેટ લીધા વિના જ પુલ શરૂ કરી દેવાયો

નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.[૮] વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.

આ પણ વાંચોઃ- મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો VIDEO: અનેક લોકો નદીમાં પડ્યા, બચાવકાર્ય ચાલુ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ