મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો VIDEO: અનેક લોકો નદીમાં પડ્યા, બચાવકાર્ય ચાલુ

Morbi Suspension Bridge Collapses: મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી, અનેક મુલાકાતીઓ પુલ સાથે નદીમાં પડ્યા. દુર્ઘટના સર્જાતા નાસભાગ મચી. બચાવ ટીમ પીડિતોને બચાવવાની કામગીરી હાથ ધરી.

Written by Kiran Mehta
Updated : October 30, 2022 20:25 IST
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો VIDEO: અનેક લોકો નદીમાં પડ્યા, બચાવકાર્ય ચાલુ

Morbi Suspension Bridge Collapses: મોરબીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પુલ તૂટ્યો તે સમયે અનેક લોકો પુલ પર હતા, જેઓ પુલ સાથે નદીમાં પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, પાંચ દિવસ પહેલા જ પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મોરબી ધારાસભ્યો અને રાજકીય આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. રેસક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ મોડી સાંજે અચાનક તૂટી પડ્યો હતો. પુલ તૂટ્યો તે સમયે અનેક મુલાકાતીઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. જેને પગલે મુલાકાતીઓ પુલ સાથે નદીમાં પડ્યા હતા. અચાનક પુલ તૂટી પડતા નાસ ભાગ મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે. રેસક્યુ ટીમને જાણ થતા મદદ માટે ટીમ પહોંચી ગઈ છે. પુલ સાથે નદીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈના મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ