મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: કેવી રીતે બને છે ઝૂલતો પુલ, કેમ અચાનક તૂટ્યો? એન્જિયર શું કહે છે?

Morbi Suspension Bridge Tragedy : સસ્પેન્શન બ્રિજ બનાવવામાં કેવી તકનીકનો ઉપયોગ થાય છે? આટલો જૂનો પુલ અચાનક કેવી રીતે પડી ગયો? શું કહે છે એન્જિનિયર?

Written by Kiran Mehta
Updated : November 01, 2022 15:00 IST
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: કેવી રીતે બને છે ઝૂલતો પુલ, કેમ અચાનક તૂટ્યો? એન્જિયર શું કહે છે?
મોરબી ઝૂલતો પૂલ દુર્ઘટના

ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે એક ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. પુલ તૂટી પડ્યો ત્યારે બ્રિજ પર 500 જેટલા લોકો હાજર હતા. જેમાંથી 134 લોકોના મોત થયા છે. સસ્પેન્શન બ્રિજ એ એક એવો પુલ છે જેમાં કેબલ દ્વારા વહેતી નદી પર સીધી સપાટીને લટકાવવામાં આવે છે. વહેતી નદી પરના આવા માર્ગને સસ્પેન્શન બ્રિજ કહેવામાં આવે છે, જેના થાંભલા અથવા પાયા પાણીની નીચે બાંધવામાં આવતા નથી. આ એક તકનીકી અજાયબી છે જેની શોધ 1800 ના દાયકાની શરૂઆતની આસપાસ હોવાનો અંદાજ છે.

સસ્પેન્શન બ્રિજ કેવી રીતે તકનીકી અજાયબી છે

સસ્પેન્શન બ્રિજ એ એક પ્રકારનો પુલ છે જેમાં ડેક, ટાવર, ટેન્શન, ફાઉન્ડેશન અને કેબલ મહત્વના ભાગો છે. ડેક એવો હિસ્સો છે જે પુલ પરના મુખ્ય રસ્તાનો છેડો છે. આ છેલ્લો પોઈન્ટ છે, જે જમીન અથવા પહાડની અંદર ઊંડે રાખવામાં આવે છે. ડેકની સામે ટાવર્સ હોય છે, જે પુલના આધાર તરીકે કામ કરે છે. આ બંને બાજુએ બનાવવામાં આવે છે. આ સાથે, પુલનો તણાવ બંને બાજુઓને જોડે છે. ટેન્શન એ વાયર છે જે એક ટાવરથી બીજા ટાવર સાથે બંધાયેલો હોય છે. તેની સાથે કેબલ લગાવવામાં આવ્યા છે, જે બ્રિજના રસ્તાને ટેન્શન સાથે બાંધી રાખે છે. આ પુલ નદી પર ઝૂલે છે. એટલા માટે તેને હેંગિંગ બ્રિજ અથવા ઝુલતા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રવાસીઓ માટે આ એક રોમાંચક અનુભવ સમાન છે.

મોરબી સસ્પેન્શન બ્રિજ

મોરબી શહેર અમદાવાદથી 200 કિમીના અંતરે આવેલું છે. આ ઝુલતા પુલની આ શહેરના આકર્ષણમાં ઘણી ચર્ચા થાય છે. અહીંના લોકો તેને એક ચમત્કાર પુલની જેમ જોઈ રહ્યા છે.

બ્રિજનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઈના તત્કાલિન ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું હતું અને પુલના નિર્માણ માટે જરૂરી સામગ્રી ઈંગ્લેન્ડથી આવી હતી. તે આ વિસ્તારનું એક પર્યટન સ્થળ હતું જ્યાં અવારનવાર મોટી સંખ્યામાં લોકો આવતા હતા. મોરબી બ્રિજ 1.25 મીટર પહોળો અને 233 મીટર લાંબો છે અને તેનો ઉપયોગ દરબારગઢ પેલેસથી શાહી નિવાસસ્થાન નજરબાગ પેલેસને જોડવા માટે થાય છે.

આટલો જૂનો પુલ અચાનક કેવી રીતે પડી ગયો

19મી સદીમાં બનેલો આ પુલ છ મહિનાના સમારકામ બાદ થોડા દિવસ પહેલા જ ફરીથી ખોલવામાં આવ્યો હતો અને અચાનક તૂટી પડ્યો હતો. વીડિયો ફૂટેજ જોઈને સરળતાથી કહી શકાય છે કે બ્રિજ પર હાજર ભીડનું વજન સહન કરવામાં તે અસમર્થ હતો.

આ પણ વાંચોબીજેપી સાંસદ મોહન કુંડારિયા ના 12 સગા-સંબંધીઓના મોત: સંબંધીએ 4 દીકરી, 3 જમાઈ, 5 બાળકો ગુમાવ્યા

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, સુદિબ કુમાર મિશ્રા, એસોસિયેટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, IIT-કાનપુર, જેઓ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં નિષ્ણાત છે, તેમણે કહ્યું, “સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તેનાથી હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જે રીતે તેમના પાયા પર આખો પુલ પળવારમાં તૂટી પડ્યો. આવી ઘટનાઓમાં સામાન્ય રીતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એક કે બે સસ્પેન્શન કેબલ તૂટી જાય છે અને પુલ માત્ર લટકી જાય. આ રીતે તે અચાનક તૂટતો નથી, પરંતુ વિડિયોમાં દેખાય છે તેમ પુલ અચાનક તૂટી જાય છે. જેના પરથી સમજી શકાય છે કે બ્રિજના મોટા ભાગના કેબલ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે અને અને આ પણ ઘણો જૂનો બ્રિજ હતો. પાછુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેનું સમારકામ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. કયા પ્રકારનું સમારકામ અથવા જાળવણી કરવામાં આવી હતી તે અંગે વધુ વિગતો માટે અમારે રાહ જોવી પડશે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ