scorecardresearch

Moscow to Goa Flight News: મોસ્કો-ગોવા ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

flight emergency landing in jamnagar: ફ્લાઇટમાં સવાર બધા 244 યાત્રીઓની સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

Moscow to Goa Flight | Bomb Threat | Jamnagar
મોસ્કોથી ગોવા ફ્લાઇટ: જામનગર એરપોર્ટ પર મોસ્કો-ગોવા ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું (તસવીર – ANI))

Moscow to Goa Flight Bomb Threat:જામનગર એરપોર્ટ પર મોસ્કો-ગોવા ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે લેન્ડિંગ કરાયું હોવાની માહિતી મળી રહી છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ કલેક્ટર, જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્કવોર્ડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ એરપોર્ટ પર પહોંચી ગઇ છે.

સમગ્ર ફ્લાઇટનું બોમ્બ સ્કોર્ડ તેમજ પોલીસ સહિતની ટીમો દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટમાં સવાર બધા 244 યાત્રીઓની સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ એરપોર્ટ ઉપર તમામ મુસાફરોને રાખવામાં આવ્યાં છે.

ગોવા ATCને બોમ્બ અંગેનો ઇ-મેલ મળ્યો હતો. જે ઇ-મેલ મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે.આ ઘટનાને પગલે જામનગર એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો – અમૂલના MD આર એસ સોઢીએ રાજીનામું આપ્યું, જાણો કોને સોંપવામાં આવ્યો ચાર્જ

જામનગર એરપોર્ટના ડાયરેક્ટરે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે મોસ્કો-ગોવા ફ્લાઇટને રાત્રે લગભગ 9.49 કલાકે સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. ફ્લાઇટમાં સવાર બધા 244 યાત્રીઓની સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

દિલ્હીમાં પણ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હીમાં પણ આઈજીઆઈ એરપોર્ટ પર રનવે નંબર 28 પર એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિસ્તારાની દિલ્હીથી ભૂવનેશ્વર જઇ રહેલી ફ્લાઇટમાં ટેકનિકલી ખામી સર્જાઇ હતી. જે પછી દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

Web Title: Moscow goa flight emergency landing in jamnagar fear of bomb

Best of Express