અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્થિતિ વણસી, સ્કૂલમાં તોડફોડ પોલીસ સાથે ઘર્ષણ

Ahmedabad Crime News: અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બે બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાએ હત્યા અને કોમી તણાવનું ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : August 20, 2025 15:04 IST
અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્થિતિ વણસી, સ્કૂલમાં તોડફોડ પોલીસ સાથે ઘર્ષણ
વિદ્યાર્થીની હત્યા બાદ મોટી સંખ્યામાં લોકો શાળામાં ઘૂસી ગયા હતા અને તોડફોડ શરૂ કરી હતી. (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બે બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાએ હત્યા અને કોમી તણાવનું ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. મંગળવારે અમદાવાદના ખોખરામાં 8મા ધોરણના વિદ્યાર્થીએ 10 મા ધોરણના વિદ્યાર્થીને છરીથી ઘા ઝીંકી દીધા હતા. હોસ્પિટલમાં બાળકનું મૃત્યુ થયા બાદ હોબાળો મચી ગયો હતો. પીડિત અને આરોપી વિદ્યાર્થી અલગ-અલગ સમુદાયના હોવાથી કોમી તણાવ સર્જાયો હતો. બુધવારે ગુસ્સે ભરાયેલા ટોળાએ શાળામાં તોડફોડ કરી હતી. આ દરમિયાન ટોળાએ શાળા સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે 15 વર્ષીય મૃત વિદ્યાર્થી અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. એક અઠવાડિયા પહેલા 8મા ધોરણના વિદ્યાર્થીનો તેના પિતરાઈ ભાઈ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયા પહેલા પીડિત વિદ્યાર્થીના પિતરાઈ ભાઈનો 8મા ધોરણના વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. મંગળવારે જ્યારે પીડિત તેની સાથે વાત કરવા ગયો ત્યારે જે વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો તેના મિત્રએ તેના પર છરીથી હુમલો કર્યો હતો.

Ahmedabad School Student Murder case
પોલીસે આરોપી વિદ્યાર્થીને પકડી લીધો છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

પોલીસે આરોપી વિદ્યાર્થીને પકડી લીધો છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને ઘટના સમયે હાજર બાળકોના નિવેદનો લેવામાં આવ્યા છે. આરોપી વિદ્યાર્થી અન્ય સમુદાયનો હોવાથી આ ઘટનાએ કોમી તણાવનું સ્વરૂપ પણ લીધું હતું. શાળામાં હત્યા જેવી ઘટનાથી ગુસ્સે થયેલા પરિવારના સભ્યો ઉપરાંત, હિન્દુ સંગઠનોના કાર્યકરોએ બુધવારે હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. શાળામાં તોડફોડ કરવામાં આવી હતી. પરિવારના સભ્યોએ શાળા મેનેજમેન્ટ સામે પણ કેસ નોંધવાની માંગ કરી હતી, જ્યારે ઘણા લોકોએ અન્ય સમુદાયના તમામ બાળકોને શાળામાંથી બહાર કાઢવાની માંગ શરૂ કરી હતી.

Ahmedabad Crime News
પીડિત પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં હથિયારો અને ડ્રગ્સ જેવી વસ્તુઓ લાવતા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)

મોટી સંખ્યામાં લોકો શાળામાં ઘૂસી ગયા હતા અને તોડફોડ શરૂ કરી હતી. માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ શાળામાં પહોંચી ગયા હતા. સૂત્રોચ્ચાર વચ્ચે ભીડ અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘણા પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં હથિયારો અને ડ્રગ્સ જેવી વસ્તુઓ લાવતા હતા, પરંતુ શાળા મેનેજમેન્ટે તેમને રોકવા માટે સમયસર કોઈ પગલાં લીધા ન હતા.

આ પણ વાંચો: NCERT ના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર, ધોરણ 3 થી 12 સુધી સૈનિકોની વીરતાગાથાઓ શીખવવામાં આવશે

રાષ્ટ્રીય બજરંગ દળના મણિનગર જિલ્લા અધ્યક્ષ હાર્દિક સિંહ વર્માએ આ ઘટના અંગે રોષ ઠાલવતા કહ્યું કે, “જે ગુનેગારોએ આ કૃત્ય કર્યું છે રાજ્ય સરકાર તેઓના ઘરો પર બુલડોઝર ચલાવે, અહીંના વિસ્તારમાં સ્થિતિ એવી ઉદ્ભવી છે કે કોઈ હિંદુને નાળાછડી કે તિલક લગાવવાથી રોકવામાં આવે છે. અહીના શાળાઓમાં વિધર્મીઓને એડમિશન આપવામાં આવે છે અને હિંદુ બાળકોને પરેશાન કરવામાં આવે છે. આ અત્યાચાર હવે સહેવામાં આવશે નહીં. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આ મામલે સખત કાર્યવાહી કરવાની જરૂર છે જેથી કરીને આવા બનાવો બને નહીં”.

એવું કહેવામાં આવી રહ્યું છે કે છરીથી હુમલો કરનાર વ્યક્તિનો ગેરશિસ્તનો રેકોર્ડ છે અને શાળાએ તેની સામે અગાઉ પણ કાર્યવાહી કરી હતી. શાળાને નોટિસ જારી કરવામાં આવી છે અને ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ ન કરવા બદલ ખુલાસો માંગવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું હતું કે ગઈકાલે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તેમાંથી એકે બીજાને છરી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું… લોકોએ શાળાની બહાર વિરોધ કર્યો હતો અને તોડફોડ કરી હતી. પોલીસ સમયસર અહીં પહોંચી ગઈ હતી. હવે પરિસ્થિતિ સ્થિર છે. બાળકની અંતિમ યાત્રા આજે સાંજે થશે. પોલીસ પણ ત્યાં હાજર રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ