રીતુ શર્મા : રાજ્ય સરકારે મંગળવારે સ્વીકાર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે જંગલ સફારી અથવા ઝૂમાં 12 પ્રાણીઓ અને પક્ષીઓના મોત થયા છે.
ગુજરાતના પ્રવાસન, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન મંત્રી મુલુભાઈ (હરદાસભાઈ) બેરાએ વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નના જવાબમાં આ માહિતી શેર કરી હતી.
જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કેવડિયા પ્રાણી સંગ્રહાલયમાં કયા પ્રકારના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે અને તેમાંથી કેટલા મૃત્યુ પામ્યા છે તેની વિગતો માંગી હતી.
જંગલ સફારીમાં છેલ્લા બે વર્ષમાં કુલ 1,024 પ્રાણીઓ અને પક્ષીઓને રાખવામાં આવ્યા હતા – 2021માં 940 અને 2022માં 84.
તેના ઉદ્ઘાટન પહેલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીમાં સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક, જે જંગલ સફારી તરીકે જાણીતું છે, વિદેશી પ્રાણીઓના વિદેશમાં સ્થાનાંતરણમાં કથિત ઉપેક્ષાને કારણે તેમના મૃત્યુ માટે ટીકા કરવામાં આવી હતી.
આ પાર્કનું ઉદ્ઘાટન 30 ઓક્ટોબર, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વિદેશી અને દુર્લભ પ્રાણીઓના મૃત્યુ બાદ, ગુજરાત સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે, પ્રાણીઓના વિસ્થાપનની કુદરતી પ્રક્રિયા તરીકે કેટલાક મૃત્યુદરની અપેક્ષા હતી.
વન મંત્રી દ્વારા શેર કરાયેલી વિગતો મુજબ, કુલ 12 પ્રાણીઓ- માર્શ મગરમચ્છ (3), થામીન હરણ (2) અને એક પટ્ટાવાળા હાયના (લકડબગ્ધા), ભારતીય ગ્રે વરુ, સન કોન્યુર (પોપટ જેવી પ્રજાતી), બજરીગર, લવ બર્ડ અને રોઝ- રિંગ્ડ પોપટના- બે વર્ષના સમયગાળામાં, 1 ફેબ્રુઆરી, 2021 અને 31 જાન્યુઆરી, 2023ના રોજ મૃત્યુ નોંધાયા હતા. એસેમ્બલીમાં રજૂ કરવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ત્રણ માર્શ મગરમાંથી એકનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી, બીજાનું કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટથી અને ત્રીજાનું આકસ્મિક આંચકાથી થયું હતું.
આ પણ વાંચો – વડોદરા : સામિયાળામાં કોમી અથડામણ બાદ ભાઈચારો, એકબીજાને બચાવવા ગ્રામજનો જામીન બાંહેધરી બન્યા
બે થામીન હરણમાંથી, એકનું હૃદય-શ્વસન નિષ્ફળતા અને બીજાનું હાયપોવોલેમિક શોકથી મૃત્યુ થયું હતું. પટ્ટાવાળા હાયના (લકડબગ્ધા) અને ભારતીય ગ્રે વરુનુ શ્વસન નિષ્ફળતા, કાર્ડિયાક અરેસ્ટ હોવાનું નોંધાયું છે. વધુમાં, એવું નોંધવામાં આવે છે કે, ઘડિયાલનું મૃત્યુ હીટ સ્ટ્રોક, લવ બર્ડ અને રોઝ રિંગ્ડ પેરાકીટને કારણે કાર્ડિયો પલ્મોનરી અરેસ્ટ અને હાઈપોવોલેમિક શોકને કારણે થયું હતું.