Parimal A Dabhi : 2002ના ગુજરાત રમખાણો બાદ નરોડા ગામમાં થયેલા હત્યાકાંડમાં અમદાવાદની સેશન્સ કોર્ટે ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની સહિત તમામ આરોપીઓને નિર્દોષ મૂક્ત કર્યા હતા. નરોડા ગામ હત્યા કેસમાં આરોપી તરીકે નામ સામે આવ્યા બાદ ભાજપના તત્કાલિન મંત્રી માયા કોડનાનીની રાજકિય કારકિર્દી ઉપર બ્રેક વાગી ગઈ હતી. જોકે, હવે નરોડા ગામ હત્યા કેસમાંથી નિર્દોષ જાહેર થતાં માયા કોડનાની માટે ફરીતી રાજકિય માર્ગ મોકળો થયો હોવાનું ભાજપના નેતાઓ માની રહ્યા છે.
1990ના દાયકાની શરૂઆતમાં ભાજપના કાર્યકર, કોડનાનીને એક મહિલા તરીકે અને સ્ત્રીરોગચિકિત્સક તરીકેની તેમની શૈક્ષણિક લાયકાતને કારણે રાજ્યમાં ભાજપના સૌથી આશાસ્પદ નેતાઓ તરીકે જોવામાં આવતા હતા. તેણીએ અમદાવાદ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી હતી અને 1995માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ચૂંટાઈ હતા અને તેની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સર્વ-મહત્વના હોદ્દા પર પહોંચ્યા હતા.
1998 માં કોડનાની અમદાવાદ શહેરના નરોડા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 74,500 થી વધુ મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા.
2002ના રમખાણોમાં તેણીએ તે જ બેઠક ફરીથી 1 લાખથી વધુ મતોથી જીતી હતી. 2003માં બીજેપીએ તેણીને અમદાવાદમાં બીજેપી યુનિટના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. 2007માં પાર્ટીમાં તેણીની પ્રતિષ્ઠા વધુ વધી હતી જ્યારે તેણી નરોડામાંથી ફરીથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે 1.80 લાખથી વધુ મતોથી જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ- નરોડા ગામ હત્યાકાંડઃ 2002માં 11 લોકોની હત્યા કરવામાં આવી હતી, આજે ન્યાયની હત્યા કરવામાં આવી
આ વખતે નરેન્દ્ર મોદીએ કોડનાનીને રાજ્ય મંત્રી (MoS), મહિલા અને બાળ વિકાસ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી તરીકે ગુજરાતમાં તેમની કેબિનેટમાં સામેલ કર્યા હતા.
જો કે, નરોડા પાટિયા અને નરોડા ગામ રમખાણોના કેસમાં આરોપી તરીકે કોડનાનીની ધરપકડથી તેણીની કારકિર્દી અચાનક અટકી ગઈ. 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદ શહેરમાં નોંધાયેલા તે બે સૌથી મોટા હત્યાકાંડ હતા. નરોડા ગામમાં, કુંભાર વાસ હેઠળના મુસ્લિમ મહોલ્લા તરીકે ઓળખાતા વિસ્તારમાં ટોળાએ તેમના ઘરોને આગ ચાંપી દેતાં 11 મુસ્લિમોને બાળી નાખવામાં આવ્યા હતા. તે જ દિવસે પડોશી નરોડા પાટિયામાં હિંદુ ટોળાંએ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર પર હુમલો કર્યો હતો. જેમાં સત્તાવાર રીતે 97 લોકો માર્યા ગયા હતા.
બંને કેસમાં કોડનાની પર વિવિધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ હત્યા, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું, આગચંપી અને સંબંધિત આરોપો જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ- Naroda Gam Massacre Case : નરોડા ગામ હત્યાકાંડ કેસમાં માયા કોડનાની, બાબુ બજરંગી સહિત 69 આરોપીઓ નિર્દોષ
27 માર્ચ, 2009ના રોજ ગુજરાત હાઈકોર્ટે નરોડા પાટિયા કેસમાં કોડનાનીના આગોતરા જામીન ફગાવી દીધા હતા. તેણીએ રાજ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું અને 2002ના ગોધરા ટ્રેન હત્યાકાંડ કેસ તેમજ નરોડા પાટિયા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં નોંધાયેલા અન્ય 8 ભયાનક કેસોની વધુ તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
ઑગસ્ટ 2012 માં એક વિશેષ ટ્રાયલ કોર્ટે કોડનાની, તે સમયના ભાજપના ધારાસભ્ય અને 30 અન્યને નરોડા પાટિયા કેસમાં દોષિત ઠેરવ્યા, તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. પ્રમુખ ન્યાયાધીશ જ્યોત્સના યાજ્ઞિકે કોડનાનીને કેસમાં “કિંગપિન” ગણાવ્યા હતા.
2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નરોડાથી તેના ઉમેદવાર તરીકે અન્ય મહિલા ડૉક્ટર નિર્મલા વાધવાણીને મેદાનમાં ઉતાર્યા હતા. વાધવાણી જીતી ગયા પરંતુ પાર્ટીની જીતનું માર્જિન લગભગ 58,000 મતો પર આવી ગયું હતું.
કોડનાનીએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાની સજા સામે અપીલ કરી હતી. આખરે એપ્રિલ 2018માં ન્યાયમૂર્તિ હર્ષ દેવાણી અને એએસ સુપેહિયાની બનેલી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે કોડનાની અને અન્ય 17 લોકોને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોડનાની ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. ગુરુવારે, કોડનાની સામેનો બીજો કેસ પસાર થતાં બીજેપી નેતાઓએ કહ્યું કે તેમના રાજકારણમાં ફરી પ્રવેશવાના માર્ગમાં કંઈ જ નથી. “મને નથી લાગતું કે તે હવે ચૂંટણી લડશે, પરંતુ જો તે તેમ કરવાનું નક્કી કરે તો પણ હું કહીશ, ‘શા માટે નહીં?’.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેણીએ બંને કેસોમાં ટ્રાયલનો સામનો કર્યો છે અને અદાલતો દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં તેણીને અપાર આદર અને લોકપ્રિયતા મળી છે.”