નવસારી : સુરત મુંબઈ હાઈવે પર ચીખલી પોલીસ સ્ટેશન (Chikhli Police Station) વિસ્તારમાં કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે બે ઈજાગ્રસ્તોને સુરત સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ચીખલી પાસે અલીપોર બ્રિજ નજીક વહેલી સવારે ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં 6 લોકો સવાર હતા, જેમાં ચાર લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતી, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સુરતની અછવાલાઈન્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, ચીખલી હાઈવે પર મુંબઈથી ઈનોવા કાર આવી રહી હતી, તે સમયે કન્ટેનર સાથે ધડાકાભેર અખડાતા કાર ડિવાઈડર કુદી સામેના રસ્તા પર જઈ ફંગોળાઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, કારના ફૂરચેફૂરચા ઉડી ગય હતા. કારમાં સવાર 6 લોકોમાંથી ચારના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, અને બે ઈજાગ્રસ્તને તત્કાલીન સારવાર માટે સુરત અઠવાલાઈન્સ વિસ્તારમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો – ગુજરાત ભરૂચ પોલીસ : પગાર પોલીસની નોકરીનો અને બાતમીદાર બુટલેગરના, બે કોન્સ્ટેબલોએ પોલીસ અધિકારીઓના જ ફોન કર્યા ટ્રેક
ચીખલી પોલીસ સ્ટેશન પીઆઈ કે. જે ચૌધરીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, અકસ્માત સર્જાયો તે સમયે ઈનોવા કારમાં 6 લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકો (1) અમિત થડાની (ઉ. 41)- સુરત, (2) ગૌરાંગ અરોરા (ઉ. 40) – સુરત, (3) રોહિત માહુલ – (ઉ. 40) – સુરત, (4) મહમંદ હમજા પટેલ (ઉ. 19) – સુરતના સ્થળ પર મોત થયા છે. જ્યારે રિષી અને વિકાસ નામના બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બંનેને સુરત હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પીઆઈએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતીમાં અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ઈનોવા કાર મુંબઈથી સુરત જઈ રહી હતી, અકસ્માતમાં ભોગ બનનારા તમામ યુવાનો સુરતના હોવાનું જાણવા મળ્યું છે, આ લોકો બેંગકોકથી મુંબઈ એરપોર્ટ સુરત જઈ રહ્યા હતા, અને કાર સુરતની જ બોલાવી હતી. હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.