Neem Karoli Baba Mandir In Gujarati: નીમ કરોલી બાબાના દુનિયાભરમાં કરોડો ભક્તો છે. સામાન્ય વ્યક્તિથી લઇ વિરાટ કોહલી જેવા ક્રિકેટ, માર્ક ઝુકરબર્ગ જેવા ઉદ્યોગપતિ તેમજ બોલીવુડ અને હોલીવુડ એક્ટર પણ નીમ કરોલી બાબાના ભક્ત છે. નીમ કરોલી બાબાને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. ઉત્તરાખંડના નૈનીતાલ જીલ્લાના કૌચી ખાતે નીમ બાબ કરોલીનું પ્રસિદ્ધ કૈંચી ધામ આશ્રમ આવેલું છે. કૈંચી ધામ અને વૃંદાવન સમાધિ મંદિર ઉપરાંત બહુ ઓછા લોકોને ખબર છે ગુજરાતમાં પણ નીમ કરોલી બાબાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં ગુજરાતમાં નીમ કરોલી બાબાનું મંદિર ક્યાં આવેલું છે અને ઇતિહાસ કથા વિશે સંપર્ણ જાણકારી આપવામાં આવી છે.
ગુજરાતના મોરબીમાં નીમ કરોલી બાબાનું મંદિર
નીમ કરોલી બાબા ગુજરાત સાથે ગાઢ સંબંધ છે. ઉત્તરપ્રદેશના અકબરપુર ગામમાં 1900માં જન્મેલા નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મી નારાયણ શર્મા છે. માત્ર 11 વર્ષની ઉમંરે લગ્ન થયા બાદ તેમણે સાધુ બનવા માટે સંસાર ત્યાગ કર્યો હતો. લક્ષ્મી નારાયણ શર્મા ફરતા ફરતા ગુજરાતના મોરબી જિલ્લામાં વાવણીયા ગામે આવ્યા હતા. વાવણીયા ગામે તળાવની પાળે આવેલા હનુમાન મંદિરમાં બાબાજીએ સાધાના કરી હતી.

તળાવિયા બાબા નામે ઓળખાતા
નીમ કરોલી બાબા એ વર્ષ 1910 થી 1917 સુધી વાવણીયા ગામમાં સાધાના તપ કર્યા હતા. તળાવના પાણીમાં સાધના કરતા હોવાથી લોકો તેમને તૈલિયા કે તળાવિયા બાબા કહેતા હતા. એવી લોકવાયકા છે કે, સંત રામબાઇના ગુરુ રામદાસે નીમ કરોલી બાબાને દીક્ષા આપી હતી.
વાવણિયા ગામે સ્થિત હનુમાન મંદિરમાં બજરંગ બલીનું મૂર્તિની સ્થાપના નીમ કરોલી બાબા દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય છે. હાલ આ હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર સાથે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી અને વિશાળ મંદિર પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નીમ કરોલી બાબા કૈંચી ધામ
નીમ કરોલી બાબાનું કૈંચી ધામ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. કૈંચી ધામ ઉત્તરાખંડના નૈનીતાલથી અલમોડા માર્ગ પર લગભગ 17 કિલોમીટર દૂર છે. કૈંચી ધામ પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે જ્યાંથી નીમ કરોલી આશ્રમ 38 કિમી દૂર છે. અહીં એક મોટો આશ્રમ જ્યાં નીમ કરોલી બાબાની સમાધિ લીધા પછી, તેમની અસ્થિ સ્થાપિત કરવામાં આવી હતી.
નીમ કરોલી બાબા કૈંચી ધામ કેવી રીતે પહોંચવું
અમદાવાદ થી કૈંચી ધામ પહોંચવાનો સૌથી સસ્તો રસ્તો ટ્રેન છે. તમે અમદાવાદ થી કૈંચી ધામ જવા માટે સીધી કોઈ ટ્રેન ઉપલબ્ધ નથી પરંતુ દિલ્હી થી કાઠગોદામ સુધી ટ્રેનમાં પહોંચી અને ત્યારબાદ ત્યાંથી કાર કે બસ મારફતે કૈંચી ધામ પહોંચી શકાય છે. બીજો રસ્તો એ છે કે દિલ્હી થી નૈનીતાલ બસમાં બેસીને ત્યાંથી કૈંચી ધામ જવું. નૈનીતાલ થી કૈંચી ધામનું અંતર 19 કિમી છે અને અહીં પહોંચવામાં લગભગ 1 કલાક લાગી શકે છે. આમાં તમને દિલ્હીથી 8 થી 10 કલાકનો સમય લાગી શકે છે.