Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. રવિવારને 20 જુલાઇના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જુનાગઢના માંગરોળમાં 3.54 ઇંચ વરસાદ વરસ્યો છે.
19 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારને 20 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં માંગરોળમાં 3.54 ઇંચ, જોડીયા 3.03, જૂનાગઢમાં 2.64, જુનાગઢ શહેરમાં 2.64 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય શિહોરમાં 1.65 ઇંચ, ભચાઉમાં 1.61 ઇંચ, સુત્રાપાડા અને વંથલીમાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 106 તાલુકમા 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, IMD એ આપ્યું લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ઘણી જગ્યાએ ચોમાસુ ફરી સક્રિય થયું છે. રાજ્યમાં ગમે ત્યારે હળવો થી ભારે વરસાદ થવાની શક્યતા છે. IMD એ ગાંધીનગર અને અમદાવાદમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. હાલમાં જામનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મોરબીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળી રહ્યો છે. IMD એ આજથી 21 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. આ પહેલા બધે હળવો વરસાદ પડી રહ્યો છે. રાજ્યના લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.